Connect Gujarat
ગુજરાત

દસમા ધોરણનું પરિણામ 24મેના રોજ થશે જાહેર

દસમા ધોરણનું પરિણામ 24મેના રોજ થશે જાહેર
X

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10નું પરિણામ 24મેના રોજ જાહેર કરાય તેવી શક્યતાઓ છે. શિક્ષણ બોર્ડ પ્રથમવાર ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામ પહેલાં ધોરણ-10નું પરિણામ જાહેર કરશે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ધોરણ-10નું પરિણામ તૈયાર થઇ ગયું છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ તૈયાર થઇ રહ્યું છે. તેથી, આ વખતે ધોરણ-10નું પરિણામ વહેલું જાહેર કરવામાં આવશે.

સામાન્ય રીતે બારમા ધોરણના વિજ્ઞાન પ્રવાહ અને પછી સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થાય છે. જેથી યુજીસીના વિવિધ કોર્ષમાં પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ ન થાય. ત્યારબાદ દસમા ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવે છે. જોકે સૂત્રો મુજબ શિક્ષણ બોર્ડના અધિકારીઓ બધા જ પરિણામો વહેલા જાહેર કરશે તેવું જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 27મેની આસાપાસ જાહેર થાય તેવી શક્યતાઓ છે.

Next Story