Connect Gujarat
ગુજરાત

દહેજઃ અદાણી કંપનીના કમ્પાઉન્ડમાંથી મળી માનવ ખોપડી જેવી વસ્તુ, FSLમાં મોકલાઈ

દહેજઃ અદાણી કંપનીના કમ્પાઉન્ડમાંથી મળી માનવ ખોપડી જેવી વસ્તુ, FSLમાં મોકલાઈ
X

આ ખરેખ માનવ ખોપડી જ છે કે બીજું કંઈ તે અંગે મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે

વાગરા તાલુકાના દહેજમાં આવેલી અદાણી કંપનીના કમ્પાઉન્ડમાંથી માનવ ખોપડી મળી આવતાં કુતુહલ સર્જાયું હતું. જે બાબતની જાણ પોલીસને કરવામાં આવતાં તેનો કબજો લઈ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવી હતી.

દહેજની સ્થિત અદાણી કંપનીના કંપાઉન્ડમાંથી માનવના માથા જેવી ખોપડી મળી આવી હતી. જે અંગેની જાણ કંપની મેનેજમેન્ટ દ્વારા દહેજ પોલીસ મથકે કરાતાં પોલીસે ખોપડી જેવી વસ્તુનો કબજો મેળવી તે અંગેની જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે ખોપડીને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવી ખોપડી જેવી વસ્તુ ખરેખર શું છે? અને કંપનીના કમ્પાઉન્ડમાં કેવી રીતે આવ્યું હશે….? તે અંગે તપાસ હાથ ધરી છે. ખોપડી જેવી વસ્તુને સુરત ખાતે ફોરેન્સીક ચકાસણી માટે પણ મોકલી આપવામાં આવી છે.

Next Story