Connect Gujarat
ગુજરાત

દહેજની શુભલક્ષ્મી પોલીમર લિમિટેડમાં શટડાઉન દરમિયાન દાઝી જતા બે ગંભીર

દહેજની શુભલક્ષ્મી પોલીમર લિમિટેડમાં શટડાઉન દરમિયાન દાઝી જતા બે ગંભીર
X

કંપનીમાં શટડાઉન દરમિયાન ઘટી ઘટના

દહેજની એક કંપનીમાં શટડાઉન દરમિયાન ઇજનેર સહિત એક કર્મી ગંભીર રીતે દાઝી જતા બંન્નેવને તત્કાલ સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર તા.૨૮મીની બપોરે દહેજ ખાતે આવેલ શુભલક્ષ્મી પોલીમર લિમિટેડ કંપનીમાં શટ ડાઉન ચાલી રહ્યું હતું. દરમિયાન બપોરના બે કલાકની આસપાસ કંપનીના સી.પી.બી પ્લાન્ટમાં કંપનીમાં જ અઢી વર્ષથી ફરજ બજાવતા એન્જીનીયર દક્ષેશ પરસોત્તમ પટેલ(ઉ.વર્ષ.૩૦,રહે, સુભાનપુરા, વડોદરા)ના સુપરવિઝનમાં કંપની ઇલેકટ્રીશ્યન બુલનસિંહ યાદવ(ઉ.વર્ષ.૨૯, રહે મૂળ યુ.પી.,હાલ ભેંસલી) કેબલ સીલીંગ કરતા હતા.

દરમિયાન કેબલ અને હોલ સીલીંગ કરતી વેળા અચાનક આગન પગલે દાઝી જતા બંન્નેવને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયાં ઇલેકટ્રીશ્યન ની હાલત વધુ નાજુક બનતા તેને આઇ.સી.યુ.માં સારવાર હેઠળ રખાયો છે.

Next Story