Connect Gujarat
ગુજરાત

દહેજમાં ચોટલી પ્રકરણનું ભૂત ધુણ્યુ

દહેજમાં ચોટલી પ્રકરણનું ભૂત ધુણ્યુ
X

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ ગામે મહિલાની ચોટલી કપાતા અનેક તર્કવિતર્ક શરૂ થઈ ગયા છે. ચોટલી કપાયેલી જોતાંજ મહિલા બેભાન થઈ ગઈ હતી. સારવાર અર્થે મહિલાને દહેજ સી.એચ. સી સેન્ટરમાં ખસેડવામાં આવી હતી.

ભારત ભરમાં રહસ્યમય રીતે મહિલાઓની ચોટલી કપાવાના અનેક કિસ્સા બહાર આવી રહ્યા છે. જેને પગલે લોકો અને એમાંય ખાસ કરીને મહિલાઓમાં દેહશતનું વાતાવરણ ઉભુ થવા પામ્યુ છે. અને અંધશ્રદ્ધા વધુ પ્રબળ બનવા સાથે એનાથી છુટકારો મેળવવા અનેક રીત રસમો લોકો અપનાવી રહ્યા છે.દહેજના નવા વાડીયામાં રહેતી મહિલાની ચોટલી કપાયાનો કિસ્સો પ્રકાશમાં આવતાજ પંથકમાં કુતુહલ પેદા થવા સાથે મહિલાઓમાં ચિંતાનુ મોજું ફેલાઈ જવા પામ્યુ છે. સોમાભાઈ પટેલના ઘરમાં ચંદ્રસિંહ યાદવ ભાડુઆત તરીકે રહે છે. આઈ.પી.સી. એલ કંપનીમાં નોકરી કરતા ચંદ્રસિંહના પત્ની તેમના ઘરે એકલા હતા, એવા સમયે સવારના 10:30 કલાકે ઘરમાં પ્રવેશતા તેમની ચોટલી કપાઈ ગયેલી નજરે પડતા આરતીબેન ત્યાંજ બેહોશ થઈને ઢળી પડયા હતા. આસપાસના લોકોને ખબર પડતા આરતીબેનને દહેજ સી.એચ. સી ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની પ્રાથમિક સારવાર કર્યા બાદ હોંશમાં આવ્યા હતા.તેમજ આરતીબેનની તબિયત સુધારા પર હોવાનુ ડો. આબીદ મલેકે જણાવ્યુ હતુ. હાલ તો ચોટલો કપાવાની વાત વાયુ વેગે દહેજ પંથકમાં પ્રસરી જતા ભારે ચર્ચાએ જોર પકડ્યુ છે.

Next Story