Connect Gujarat
ગુજરાત

દહેજ ઘોઘા રો-રો ફેરી સર્વિસ વિશે જાણો શું કહ્યું સીએમ વિજય રૂપાણીએ

દહેજ ઘોઘા રો-રો ફેરી સર્વિસ વિશે જાણો શું કહ્યું સીએમ વિજય રૂપાણીએ
X

ભરૂચના દહેજ ખાતે જેટીના ખાતમુહર્ત પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઘોઘા રો-રો ફેરી પ્રોજેક્ટ સ્થળની મુલાકત કરીને કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતુ.

ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ખંભાતનાં અખાતમાં દહેજ ઘોઘા વચ્ચે રો-રો ફેરી પ્રોજેક્ટ અંદાજીત 597 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં હાલમાં ટર્મિનલ પ્રોજેક્ટનું કામ 90 ટકા અને ડ્રેજીંગની કામગીરી 75 ટકા પૂર્ણ થઇ છે.

[gallery type="slideshow" ids="26139,26140,26141,26142,26143,26144"]

આ પ્રોજેક્ટની મુલાકાત લઈને સીએમ રૂપાણીએ કામગીરીની સમીક્ષા કરી હતી.અને વર્ષના અંત સુધીમાં આ સર્વિસ શરુ થવાના કારણે સુરત ભવનગર વચ્ચેનું અંતર 7 કલાકથી ઘટીને 1.5 કલાક અને 370 કિલોમીટર થી ઘટીને 31 કિલોમીટર થશે અને તેના કારણે ઇંધણની બચત પણ થશે. જ્યારે પ્રોજેક્ટ બાંધકામ અને ડ્રેનેજીંગની કામગીરી પૂર્ણ થતાંની સાથે જ ફેરી સેવા શરુ કરવામાં આવશે તેમ સીએમ રૂપાણીએ જણાવ્યુ હતુ.

Next Story