Connect Gujarat
ગુજરાત

દહેજ - ઘોઘા વચ્ચે રો-રો ફેરી તારીખ 2 ફેબ્રુઆરી થી ફરી શરૃ થશે

દહેજ - ઘોઘા વચ્ચે રો-રો ફેરી તારીખ 2 ફેબ્રુઆરી થી ફરી શરૃ થશે
X

દહેજ - ઘોઘા વચ્ચે રો-રો ફેરી જરૃરી સ્થાનની કામગીરી માટે બંધ કરવામાં આવી હતી. જે કામગીરી હવે પૂર્ણ થતા આગામી બીજી ફેબ્રુઆરી થી ફેરી પુનઃ શરૃ કરવામાં આવશે. જો કે ફેરીનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

શરૃઆતનાં તબક્કામાં પેસેન્જરોની આવજા માટે ફેરી શરૃ કરવામાં આવી હતી. આ ફેરીનો મુખ્ય ઉદ્દેશ વાહનોની પણ અવરજવર ફેરી મારફતે કરવાનો હતો. પરંતુ તેના માટે ઘોઘા તરફ સ્થાનની કામગીરી બાકી હોઈ છેલ્લા દોઢેક મહિનાથી ફેરી બંધ કરવામાં આવી હતી. ઘોઘા તરફ સ્થાનની કામગીરી હવે પૂર્ણ થઈ જતા આગામી બીજી ફેબ્રુઆરી નાં દિવસથી આ ફેરી પુનઃ શરૃ કરાશે. જો કે પુનઃ શરૃ થનાર ફેરીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉપરાંત ફેરીમાં વાહનોની અવરજવરની તેવી વ્યવસ્થા ત્રણ છે.

જો કે આ વ્યવસ્થા આગામી માર્ચ માસનાં પ્રથમ સપ્તાહ થી શરૃ થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. રો- રો ફેરી પુનઃ શરૃ થતા મુસાફરોને વધારાની સગવડ મળશે અને ગુજરાત - સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર ઘટશે.

Next Story