Connect Gujarat
સમાચાર

દહેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ખાતે આપત્તી જોખમ વ્યવસ્થાપન કાર્યક્રમ યોજાયો

દહેજ  ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ખાતે આપત્તી જોખમ વ્યવસ્થાપન કાર્યક્રમ યોજાયો
X

દહેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ખાતે આપત્તી જોખમ વ્યવસ્થાપન કાર્યક્રમ યોજાયો હતો. N.D.R.F ની ટીમ દ્રારા નિદર્શન થકી આપત્તીકાળ દરમિયાન બચાવ કામગીરી માં મદદરૂપ થનારી સાધન સામગ્રી નું પ્રદર્શન કરવા સાથે આફત સમયે કઈ રીતે ઉપયોગી બને છે તેની વિસ્તૃત સમજ પુરી પાડવા માં આવી હતી.

ગુજરાત રાજ્ય આપત્તી વ્યવસ્થાપન સત્તા મંડળ તથા ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના સંયુક્ત ઉપક્રમે આપત્તી સમયે બચાવ કામગીરી ની જાગૃતતા અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પ્રિ મોનસુન પ્લાનનિંગ કામગીરી ના ભાગરૂપે વાગરા તેમજ દહેજ પંથકમાં કુદરતી આપત્તી સમયે અગમચેતી ના ભાગરૂપે લેવાતા પગલાંની માહિતી પ્રજાજનો સુધી પહોંચે અને લોકો માં જાગૃતિ કેળવાય તે હેતુસર જિલ્લા પુરવઠા અધિકારી પંકજ ઔધિયા તેમજ વાગરા મામલતદાર શૈલેષ ગોકલાની ની ઉપસ્થિતિમાં આપત્તી જોખમ અંગે સેમિનાર સાથે N.D.R.F ની ટીમે બચાવ કામગીરી ના સાધનો ના ઉપયોગ અંગે પ્રદર્શન કર્યું હતુ.

2

આ તબક્કે પ્રેઝન્ટેશન અને મીટીંગ થકી વર્ષાઋતુ નું પાણી અને કેમિકલ વાળા પાણી ની થનારી હોનારત ની સંભાવના સામે બચાવ રાહત કામગીરી કઈ રીતે કરી શકાય એ વિષય ઉપર ઉપસ્થિત લોકો ને માહિતગાર કરાયા હતા.ભરૂચ જિલ્લા ના 6 તાલુકામાં 10 જેટલા કાર્યક્રમો થકી પ્રજાજનોમાં જાગૃતિ નો સંચાર કરવા માટે આ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.જે અંતર્ગત પ્રથમ કાર્યક્રમ દહેજ ખાતે યોજાયો હતો.

ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કુદરતી આપત્તી ને પહોંચી વળવા તૈયાર કરવામાં આવેલ મોડેલ પ્લાન ના આધારેજ સમગ્ર ગુજરાત રાજ્ય માં ડિઝાસ્ટર મેનેજેમેન્ટનું સંચાલન કરવામાં આવી રહ્યુ છે તેમ DMC ભરૂચ ના ભાવેશ ગોહિલે જણાવ્યુ હતું.

3

આ તબકકે 6 NDRF ના ઇન્સ્પેક્ટર રાજીવ કુમારે NDRF ની સ્થાપના થી લઈ રાહત અને બચાવ કામગીરી કઈ રીતે પાર પાડવામાં આવે છે તેની ઝીણવટભરી માહિતી પુરી પાડી અગમ ચેતી એજ આફત થી બચવાની ચાવી છે ના સૂત્રની યથાર્તતા સમજાવી હતી.

આ કાર્યક્રમ માં દહેજ ઔદ્યોગિક વિસ્તાર માં આવેલ કંપની ના દરેક સેફટી મેનેજર ,મામલતદાર, GPCB તેમજ G.I.D.C માં સમાવિષ્ટ તલાટી,સરપંચ, ડે. સરપંચ,ગ્રામજનો, ડે.ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, G.I.D.C ના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહયા હતા.

Next Story