Connect Gujarat
સમાચાર

દહેજ થી ભરૂચ પુર ઝડપે આવતી લકઝરી બસએ બાઇક ચાલકને લીધો અડફેટે

દહેજ થી ભરૂચ પુર ઝડપે આવતી લકઝરી બસએ બાઇક ચાલકને લીધો અડફેટે
X

બાઇક ચાલક ને અડફેટે લેતા જયેશ ગોહિલનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત

અકસ્માત થતા સ્ટેરિંગ પર કાબુ ન રહેતા બસે મારી પલ્ટી..

યુપીએલ 12 ની બસએ પલ્ટી મારતા અંદર બેસેલા મુસાફરોનો જીવ તાળવે ચટયું..

પલ્ટી મારેલી બસ માથી કંપની એમ્પ્લોઇઝ જીવ બચાવી બહાર નીકળ્યા

દહેજના કડોદરા ખાતે યુપીએ 12ની લક્ઝરીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બાઈક ચાલકને અડફેટમાં લઇ બસ પલ્ટી મરાવી દેતા બાઈક ચાલકનું ઘટના સ્થળેજ કરું મોત નિપજવા પામ્યું હતું જયારે બસ સવાર લોકોને નાની મોટી ઇજાઓને પગલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં

ભરૂચ જિલ્લાના દહેજ ઉદ્યોગીક વસાહતમાં આવેલ યુપીએલ 12ની બસ નંબર જીજે 18 બીટી 3597ના ચાલકે કડોદરા ગામ પાસે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બાઈક નંબર જીજે 16 સીજી 8519ના ચાલકને અડફેટમાં લીધો હતો. જ્યાં બાઈક ચાલક જયેશ ભીખ ગોહિલનું ઘટના સ્થળે જ કરું મોટ નિપજવા પામ્યું હતુ. જ્યાં બસ ચલણી બેદરકારીને લઇ બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા હતા. જેમાં બસ પલ્ટી મારતા કંપનીના કામદારો જીવ બચાવી બહાર નીકળયા હતા. જ્યાં તેઓને નાની મોટી ઇજાને પગલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Next Story