Connect Gujarat
ગુજરાત

દહેજ GIDCપાણીના નિકાલની કેનાલમાં છોડાયું પ્રદુષિત પાણી..!

દહેજ GIDCપાણીના નિકાલની કેનાલમાં છોડાયું પ્રદુષિત પાણી..!
X

દહેજમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ કેનાલમાં કંપનીઓ દ્વારા ગંદુ, ગંધાતું પ્રદૂષિત પાણી છોડાતા ઉહાપોહ ઉભો થયો છે.

દહેજ જી.આઇ.ડી.સી. દ્વારા વડદલા ગામથી લઇ નર્મદા નદી સુધી વરસાદી પાણીના નિકાલ માટેઍક કેનાલ બનાવવામાં આવી છે. જે સુવા ગામની સીમમાંથી પસાર થાય છે. છેલ્લા કેટલાક દિવસથી આ કેનાલમાં કંપનીઓના કેમિકલ યુકત પ્રદુષિત અને ગંધાતા પાણી છોડાતા હોવાની બૂમ ઉઠી છે. તીવ્ર દુર્ગંધ ધરાવતા આ પાણી સીધા જઇને નર્મદા નદીમાં ભળે છે.

જેના કારણે નર્મદા નદી જ્યાં સમુદ્રને મળે છે ત્યાંનાજળ પ્રદુષિત થવાની ફરિયાદ લોકો ઉઠાવી રહયા છે. આ વિસ્તારમાં મોટા પાયે ઢોર–ઢાંખર ચરતા હોય છે તેમના જીવન સામે પણ ખતરો ઉભો થયો છે. આવા પ્રદૂષિત પાણી જમીનમાં ઉતરતા સુવા ગામની આસપાસના વિસ્તારના ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થવાનો ભય ઉભો થયો છે.

જી.પી.સી.બી. ઉપરાંત જી.આઇ.ડી.સી.ના અધિકારીઓ આ વિસ્તારમાં જ ફરતા હોવા છતાં નરી આંખે દેખાતું કંપનીઓનું આ પ્રદૂષણ આ અધિકારીઓને દેખાતું નથી તેવા આક્ષેપ લોકો કરી રહયા છે. જે જાતાં આવનારા દિવસોમાં કેનાલના પ્રદૂષિત પાણી સાથે સ્થાનિક લોકો આંદોલનનો માર્ગ અપનાવે તેવા ઍîધાણ પણ ઉભા થયા છે.

ઉલ્લેખનીય છે કે દહેજ પંથકમાં ઔદ્યોગિકરણ થયા બાદ હવાના પ્રદૂષણમાં બેફામ વધારો થયો છે, જ્યારે બીજીબાજુ સરકારી બાબુઓની આંખ આડા કાન કરવાની વૃત્તિના કારણે હવે સીધેસીધા જળ પ્રદૂષણનો પણ પ્રશ્ન ઉભો થયો છે, જેથી દહેજની કેનાલ સાથે જાડાયેલા ગામોના લોકોમાં રોષ ઉભો થયો છે જે ક્યારે વિસ્ફોટક પણ બની શકે છે. જી.પી.સીબી.અને જી.આઇ.ડી.સી.ઍ કેનાલમાં કઇ કંપનીઓના પ્રદૂષિત પાણી છોડાય છે તેની તપાસ કરી આ કંપનીઓ સામે કાયદેસરની તપાસ થવી જાઇઍ તેવી માંગ લોકો ઉઠાવી રહયા છે.

જી.આઇ.ડી.સી. દ્વારા ગામડાઓને અપાતું પાણી પણ પ્રદુષિત

દહેજ જી.આઇ.ડી.સી.ની પાણીની લાઇન ઝણોરથી દહેજ સુધી લંબાવવામાં આવી છે. જેમાં વચ્ચે રહિયાદ, સુવા, જાલવા અને ભેîસલી સહિત આસપાસના વિસ્તારના ગામોને પાણીની લાઇન આપવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી જી.આઇ.ડી.સી. દ્વારા આ ગામોને પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું છે. ઍક અહેવાલ પ્રમાણે ગ્રામ પંચાયતોઍ જી.આઇ.ડી.સી. દ્વારા અપાતું પાણી પ્રદૂષિત હોય તેને પીવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી આ ગામોના લોકો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહયા છે. ના છૂટકે આ ગામના લોકોને પીવાનું પાણી ખરીદવું પડે છે.

Next Story