Connect Gujarat
ગુજરાત

દારૂના વેચાણમાં સુરત નંબર વન, છેલ્લા 5 વર્ષમાં 3 કરોડ લીટરથી વધુ દારૂ ઝડપાયો

દારૂના વેચાણમાં સુરત નંબર વન, છેલ્લા 5 વર્ષમાં 3 કરોડ લીટરથી વધુ દારૂ ઝડપાયો
X

એકતરફ સુરતના વરેલીમાં લઠ્ઠાકાંડના કારણે મોતનો આંકડો 21 સુધી પહોંચતા જ જિલ્લામાં લોકોના સ્વાસ્થય માટે હાનિકારક એવો દેશી દારૂ વેચાતો હોવાનો પરપોટો ફૂટતા જિલ્લા પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે.

સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે જિલ્લામાં વરેલી લઠ્ઠાકાંડ બાદ પણ પોલીસની રહેમ નજર હેઠળ ખાસ કરીને ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોમાંથી દેશી બનાવટનો ઝેરી કેમિકલ નાંખેલ દારૂ બેરોકટોક વેચાઇ રહ્યો છે.

405cc130-6c4c-4512-b38d-2aacc000c5d4

રાજ્યમાં દારૂબંધી હોવાનું કહેવાય છે પરંતુ સુરત જિલ્લામાં ખાસ કરીને ઓલપાડ તાલુકામાં ચાલતા દેશી બનાવટના દારૂના કારોબારે દારૂબંધીનો છેદ ઉડાવ્યો હોવાનું ખુદ જિલ્લા પોલીસની માહિતીથી સાબિત થયું છે.

4a6f6028-51d4-4a3c-be40-d341f3bdb20e

રાજ્યમાંથી ઝડપાયેલ દેશી દારૂના જથ્થાઓની બહાર આવેલી આંકડાકિય માહિતી પ્રમાણે પણ રાજ્યમાં સૌથી વધુ દારૂ સુરત જિલ્લામાંથી જ ઝડપાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી 3,13,68,705 લીટર દારૂ પોલીસે ઝડપ્યો હતો. જેમાંથી સૌથી વધુ દારૂ ઓલપાડ તાલુકામાંથી ઝડપાયો હતો. જિલ્લામાં જેટલો દારૂ વેચાય છે તેનાથી અનેકગણો પીવાય છે. ત્યારે બુટલેગરોની પોલીસ સાથેની સાંઠગાંઠ ઉઘાડી પડી છે.

d26b8f9e-8b9c-43eb-ae27-a5d154bbc9a7

દેશી દારૂની બનાવટમાં બુટલેગરો યુરિયા ખાતર, ભેંસના પાનો મૂકવાના ઇંજેક્શન અને બેટરીના સેલ સહિતના અનેક ઝેરી પ્રકારના કેમિકલ મિશ્રિત કરતા હોવાથી દારૂ પીનારના જીવને જોખમ ઉભુ થાય છે.

Next Story