Connect Gujarat
Featured

દાહોદ : ગોધરામાં જર્જરિત શાળાની છત્રછાયામાં વિદ્યાર્થી થયો ઇજાગ્રસ્ત, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

દાહોદ : ગોધરામાં જર્જરિત શાળાની છત્રછાયામાં વિદ્યાર્થી થયો ઇજાગ્રસ્ત, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
X

દાહોદ શહેરના ગોધરા રોડ ઉપર આવેલી જર્જરિત પ્રાથમિક શાળાના છતના પોપડા પડતા એક વિદ્યાર્થીને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી.

દાહોદ શહેરના ગોધરા રોડ ઉપર આવેલી પ્રાથમિક શાળા છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે, ત્યારે શાળામાં કોઈ પણ પ્રકારનું સમારકામ પણ કરવામાં આવ્યું નથી. જર્જરિત શાળાની છત્રછાયા નીચે ધોરણ 1થી 7 સુધી ગોધરા રોડ વિસ્તારના બાળકો અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે જર્જરિત શાળાને જોતા એવું લાગે છે કે, શિક્ષણ વિભાગના સબ સલામતના દાવા

પોકળ સાબિત થઈ રહ્યા છે.

ગોધરા રોડ ઉપર આવેલી પ્રાથમિક શાળા શરૂ થયાના અમુક કલાકો બાદ બાળકો અભ્યાસ કરી રહ્યા હતા, તે દરમ્યાન તડાતડ

શાળાની છતના પોપડા ખરવા લાગતા બાળકોનો જીવ અધ્ધર થઈ ગયો હતો, ત્યારે એક બાળકને માથાના ભાગે સિમેન્ટના કોન્ક્રીટના પોપડા વાગતા તેને માથાના

ભાગે ઇજા પહોચી હતી, ત્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને

તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Next Story