Connect Gujarat
દેશ

દિપીકા પાદુકોણ: બોલીવુડની કારકિર્દીમાં અનેક ટોચના અભિનેતાઓ સાથે પોતાના હુનરનું કૌવત બતાવ્યુ, આજે છે જન્મ દિવસ

દિપીકા પાદુકોણ: બોલીવુડની કારકિર્દીમાં અનેક ટોચના અભિનેતાઓ સાથે પોતાના હુનરનું કૌવત બતાવ્યુ, આજે છે જન્મ દિવસ
X

દિપીકા પાદુકોણ એટલા માટે પણ જાણીતી છે કે તેણે પોતાની કારકિર્દીની શરૂઆત બોલીવુડ બાદશાહ શાહરુખ ખાન સાથે 2007માં ફિલ્મ ઓમ શાંતિ ઓમ થી કરી હતી. આ ફિલ્મ વર્ષની સૌથી સુપર હિટ અને બ્લોક્બસ્ટર રહી હતી. ફિલ્મને ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ સફળતા મળી હતી અને વાહવાહી મેળવી હતી. ફિલ્મમાં દિપીકાના અભિનયને ખૂબ સરાહવામાં આવ્યું હતું. જેના માટે તેને સર્વશ્રેષ્ઠ નવોદિત અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો અને અહી થી જ અભિનેત્રીની કારકિર્દીની શરૂઆત થઈ..

દિપીકા પાદુકોણનો જન્મ 5 જાન્યુઆરી

1986ના રોજ ડેનમાર્કના કોપનહેગનમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રકાશ પાદુકોણ છે

જેઓ પ્રખ્યાત બેડમિંટન ખેલાડી પણ રહી ચૂક્યા છે. તેની માતાનું નામ ઉજ્જવલા અને

નાની બહેનનું નામ અનિષા છે. દીપિકા પાદુકોણે 14 નવેમ્બર 2018 ના રોજ બોલિવૂડ એક્ટર

રણવીર સિંહ સાથે લગ્ન કર્યા.

દીપિકા પાદુકોણ એક હિન્દી ફિલ્મ

અભિનેત્રી અને મોડલ છે. દીપિકાએ પોતાની મહેનત અને સમર્પણથી

બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે અને તે ભારતીય સેલિબ્રિટીઓમાં ખૂબ જ ચર્ચિત અને આકર્ષક સેલિબ્રિટી છે. કિશોરાવસ્થામાં તે રાષ્ટ્રીય કક્ષાની

બેન્ડમિંટન ખેલાડી રહી ચૂકી છે, પરંતુ

તેણે ફેશન મોડેલ બનવા માટે રમતગમતમાં કારકીર્દિ નહીં બનાવી અને તે ફિલ્મોમાં પ્રવેશ કરી લીધી. તેને વિવેચકોની સાથે સાથે લોકોનો પણ ઘણો પ્રેમ મળ્યો છે

અને તેના કારણે તેણીનું નામ આજની ટોચની અભિનેત્રીઓમાં શામેલ છે. આજે, તેમના

ચાહકોની સંખ્યા કરોડોમાં છે.

જોકે આ પછી પણ તેને ઘણી ફિલ્મોમાં

નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો પરંતુ દીપિકાએ ક્યારેય હાર માની ન હતી, ફિલ્મ 'કોકટેલ' એ તેના

જીવનનો મુખ્ય વળાંક હતો. આ ફિલ્મમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી

અને તેને વિવેચકો અને દર્શકો બંને દ્વારા ખૂબ પ્રેમ મળ્યો. તેણે અત્યાર સુધીમાં ઘણી સુપરહિટ ફિલ્મો દર્શકોને આપી છે, જેમાં રેસ

2, ચેન્નાઇ એક્સપ્રેસ, ગોલિયોં કી રાસલીલા રામલીલા, બાજીરાવ

મસ્તાની અને પદ્માવત જેવી મુખ્ય ફિલ્મો છે. દિપીકા પાદુકોણ પોતાના 13 વર્ષના કેરિયરમાં

ટોચના અભિનેતાઓ સાથે કામ કરી ચૂકી છે. 2020માં દિપીકા ઍસિડ સરવાઈવરના કિરદારમાં

છપાક ફિલ્મમાં જોવા મળશે. જે એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. જેનું મેઘના

ગુલઝારે દિગ્દર્શન કર્યું છે. આ સિવાય તે 1983ના ક્રિકેટ વિશ્વ કપ પર આધારિત

ફિલ્મમાં રણવીર સિંઘ સાથે પણ જોવા મળશે.

Next Story