Connect Gujarat
દેશ

દિલ્હીઃ LG નિવાસ સ્થાને ઉપવાસ કરી રહેલા મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી

દિલ્હીઃ LG નિવાસ સ્થાને ઉપવાસ કરી રહેલા મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી
X

મુખ્યમંત્રી કેજરીવાલ સાથે સત્યેન્દ્ર જૈન પણ 13 જૂનથી ભૂખ હડતાળ પર બેઠા હતા

દિલ્હી સરકારનાં મુખ્યમંત્રી સહિત ચાર મંત્રીઓ ઉપરાજ્યપાલના ઘરે છેલ્લા આઠ દિવસથી ધરણાં પર બેઠા હતા. બાદમાં ગઈ કાલે આપનાં કાર્યકરોએ વડાપ્રધાનના નિવાસ સ્થાન તરફ કૂચ કરી ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઉપવાસ કરી રહેલા સત્યેન્દ્ર જૈનની રવિવારે રાત્રે અચાનક તબિયત બગડી ગઈ છે. તેમને એલએનજેપી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અચાનક તેમની તબિયત બગડતા ડોક્ટર્સની એક ટીમ તેમને એલએનજેપી હોસ્પિટલ લઈને પહોંચી હતી. ડોક્ટર્સે જણાવ્યું છે કે, મંત્રીને થોડા દિવસ હોસ્પિટલમાં જ રાખવામાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટર પર લખ્યું છે કે, સત્યેન્દ્ર જૈનની તબિયત બગડી હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનું ઓબ્ઝર્વેશન કરી રહેલા ડૉ. પાસીના જણાવ્યા પ્રમાણે સત્યેન્દ્ર જૈન હાલ ઠીક છે. રવિવારે સવારથી જ તેમની તબિયત ખરાબ હતી. તેમને માથામાં દુઃખાવો અને ઉલટી થતી હતી. ઉપરાંત તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. અમે એક ટેસ્ટ કર્યો હતો. તેમાં તેમનો કિટોન ખૂબ વધી ગયો હતો. આ સ્થિતિ જોઈને તેમને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમનો માથાનો દુઃખાવો ઓછો થયો છે.

Next Article: દિલ્હીમાં AAPની માર્ચ, PM હાઉસને ઘેરવા તરફ આગળ વધી

Next Story