Connect Gujarat
દેશ

દિલ્હીમાં અગ્નિકાંડ: અનાજ મંડી પાસે કારખાનામાં ભીષણ આગથી 43 લોકોને મોત, અન્યની પણ હાલત ગંભીર

દિલ્હીમાં અગ્નિકાંડ: અનાજ મંડી પાસે કારખાનામાં ભીષણ આગથી 43 લોકોને મોત, અન્યની પણ હાલત ગંભીર
X

નવી દિલ્હી: દિલ્હીના રાણી ઝાંસી રોડ પર અનાજની મંડી નજીક એક ફેક્ટરીમાં લાગેલી આગ બાદ બહાર કાઢવામાં આવેલા 59 લોકોમાંથી અત્યાર સુધીમાં 43 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમાંના મોટા ભાગના લોકોના મોત ગૂંગળામણથી થયા છે. આજે સવારે ફેક્ટરીમાં આગ લાગી હતી અને તે સમયે ઘણા કામદારો સૂતા હતા. એલએએનજીપી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર કિશોરસિંહે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 34 મૃતદેહો હોસ્પિટલમાં આવ્યા છે અને 14-15 લોકોને દાખલ કરવામાં આવ્યા છે. આમાંથી 9 લોકોને બર્ન ડિપાર્ટમેન્ટમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મોટાભાગના લોકો ગૂંગળામણને કારણે મરી ગયા છે અને કેટલાકની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.

તેમણે કહ્યું કે જો દાખલ કરાયેલા લોકોના ફેફસાંમાં ધુમાડા ગયા હશે તો તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. જ્યારે ઘટના બની ત્યારે એક એક ઓરડામાં 20-20 લોકો સૂતા હતા. જોકે, ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને 59 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. કેટલાકને અન્ય હોસ્પિટલોમાં પણ દાખલ કરવામાં આવ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું છે કે, દિલ્હીના રાણી ઝાંસી રોડ પર અનાજની માર્કેટ પાસે લાગેલી આગની ઘટના ભયંકર છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યેની મારી સંવેદના. હું ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું. પ્રશાસન ઘટનાસ્થળે તમામ શક્ય મદદ પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

https://twitter.com/narendramodi/status/1203535158101467136?s=20

આગની ઘટના ને પગલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું અનાજ મંડીમાં લાગેલી ભીષણ આગની ખબરથી દુખી છું, ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું, સ્થાનિક તંત્ર ઘટનાને કાબુમાં લેવાના પ્રયાસ કરી રહી છે.

https://twitter.com/rashtrapatibhvn/status/1203546037509640193?s=20

ત્યારે દિલ્હીના

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, તેઓ ઘટના સ્થળે પહોંચી રહ્યા

છે.

Next Story