Connect Gujarat
દેશ

દિલ્હીમાં આર્મી ઓફિસરના પત્નીની હત્યા, મેરઠમાંથી મેજરની ધરપકડ

દિલ્હીમાં આર્મી ઓફિસરના પત્નીની હત્યા, મેરઠમાંથી મેજરની ધરપકડ
X

દેશની રાજધાની દિલ્હીના સુરક્ષિત માનવા આવતા એવા કેન્ટ એરિયામાં સૈન્યના (Army) અધિકારીની પત્ની શૈલજા દ્વિવેદીની હત્યાના કેસમાં પોલીસે ભારતીય સેનાના મેજરની મેરઠથી ધરપકડ કરી છે. નિખિલ હાંડા નામના આ સેના અધિકારીને પોલીસ દિલ્હી આવવા રવાના થઇ છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના કેન્ટ વિસ્તારમાં બરાર સ્કવેરની નજીક શનિવારે એક મહિલાનો મૃતદેહ મળી આવતાં સનસનાટી મચી હતી. જાણવા મળી રહ્યું છે કે આ મહિલા શનિવારે સવારે ૧૦ વાગે ફિજિયોથેરાપી સેશન માટે આર્મી હોસ્પિટલ ગઈ હતી.થોડા સમય પછી ડ્રાઈવર આ મહિલાને પરત ઘરે લઈ જવા માટે હોસ્પિટલ આવ્યો હતો ત્યારે તેને ખબર પડી કે, તે ફિજિયોથેરાપી માટે હોસ્પિટલ આવી જ ન હતી. સાંજે ચાર વાગ્યા સુધી તે મહિલા ઘરે ન આવી તો તેના લેફ્ટનન્ટ કર્નલ પતિએ પોતાની પત્નીના ગૂમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, શનિવારે તેમને માહિતી મળી હતી કે, એક મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. જયારે ત્યાં પહોંચીને તેમણે મૃતદેહનું નિરીક્ષણ કર્યું તો ખબર પડી કે મહિલાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. તેણીના કપડાં ખૂબ જ ખરાબ રીતે ફાટી ગયા હતા. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, હત્યા પછી પણ મૃતદેહ પર ગાડી ચડાવી દીધી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ તપાસમાં લેફ્ટનન્ટ કર્નલનની પત્નીને અન્ય અધિકારી એવા મેજર સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હોવાની વાત સામે આવી હતી. મૃત મહિલાના મોબાઈલ ફોનની તપાસમાં જાણવા મળ્યું કે, મોબાઈલમાંથી છેલ્લો ફોન નિખિલ હાંડાને કરવામાં આવ્યો હતો. આ સંજોગોમાં પોલીસની શંકા વધુ પ્રબળ બની હતી અને તેમણે મેજર હાંડાની ધરપકડ કરી છે.

મેજર હાંડા આ અગાઉ દીમાપુરમાં ફરજ બજાવતા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક શૈલજાના પતિ લેફ્ટનન્ટ કર્નલ દ્વિવેદી અને મેજર નિખિલ હાંડા આ અગાઉ દીમાપુરમાં સાથે ફરજ બજાવતા હતા. ત્યારે તેમની મુલાકાત થઈ હતી. મૃતક શૈલજા અને તેમનાં પતિ લેફ્ટનન્ટ કર્નલ દ્વિવેદી કેટલાક સપ્તાહ પછી યુએન મિશન અંતર્ગત સુદાન જવાના હતા.

આરોપી મેજર નિખિલ હાંડાની ધરપકડ બાદ જે વાતો સામે આવી તે જાણીને તમે પણ ચોંકી જશો. કિસ્સો એકતરફથી પ્રેમનો હતો. પોતાના નજીકના મિત્ર અને સેનામાં જ મેજર અમિત દ્વિવેદીની પત્ની શૈલજાને હાંડા પ્રેમ કરતા હતા અને જે પહેલેથી જ એક બાળકની માતા શૈલજા સાથે લગ્ન કરવા માંગતા હતા, શૈલજાએ આમ કરવાની ના પાડતા તેની હત્યા કરી નાંખી. આ આખા કેસને અકસ્માતમાં ફેરવવા માટે મૃતકના શરીરને બે વખત કારથી કચડી નાંખ્યું. જો કે પોલીસને પહેલેથી જ લાગતું હતું કે આ હત્યા છે. મૃતકના પતિએ હાંડા પર શંકા વ્યકત કરી. પોલીસે આ ઘટના પર શંકાના દાયરાને ધ્યાનમાં રાખી એક-એક કડી જોડતા હાંડાની ધરપકડ કરી લીધી.

નાગાલેન્ડના દીમાપુરમાં 2015મા મેજર અમિતના પોસ્ટિંગ દરમ્યાન મેજર હાંડા પાડોશી હતા, ત્યારે તેઓ શૈલજાની નજીક આવ્યા. પોલીસના મતે 2017થી બંને વચ્ચે ખાસ સંબંધ હતા. બે મહિના પહેલાં મેજર અમિત સ્પેશ્યલ કોર્સ માટે પત્ની સહિત દિલ્હી આવ્યા, ત્યારે પણ મેજર હાંડા સતત શૈલજાને ફોન કરતાં હતા. જ્યારે ખબર પડી કે મેજર અમિત UN પોસ્ટિંગ પર જવાના છે તો તેઓ શૈલજા પર લગ્ન માટે દબાણ કરવા લાગ્યા પરંતુ શૈલજા તૈયાર નહોતી. પોલીસના મતે મેજર હાંડા શૈલજાને મળવા માટે દીમાપુરથી રજા લઇ 2 જુનના રોજ આવ્યા હતા. શનિવાર સવારે સફેદ રંગની કારમાં તે મેળવા પહોંચ્યા. સીસીટીવી પરથી ખબર પડી કે શૈલજા એ કારમાં બેસે છે. મેજર હાંડાની લગ્નની વાતને લઇ ઝઘડો થયો અને મેજરે શૈલજાને ગળું કાપી રહેંસી નાંખી. પછી શૈલજાને કારમાંથી ફેંકી દીધી અને તેના પર કાર ચઢાવીને અકસ્માત દેખાડવાની કોશિષ કરી.

પૂછપરચ્છમાં આરોપીએ શૈલજાની હત્યા કરવાની વાત કબૂલતા કહ્યું કે તેઓ શૈલજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ શૈલજા ના પાડી રહી હતી. તેનાથી તેઓ નારાજ હતા. બીજીબાજુ અમિતનું પોસ્ટિંગ યુએનમાં થવાનું હતું. શૈલજા પતિ સાથે વિદેશ જતી આથી એ પહેલાં જ કરી દીધી હત્યા. નિખિલ હાલ દીમાપુર, નાગાલેન્ડમાં તૈનાત હતા. જયારે અમિત દિલ્હીમાં તૈનાત હતા. ટૂંક સમયમાં જ અમિતનું પોસ્ટિંગ યુએનમાં થવાનું હતું. તેને લઇ નિખિલ ચિંતિત હતો

Next Story