Connect Gujarat
દેશ

દિલ્હીમાં હવા પ્રદુષણને કારણે સરકારે ઓડ -ઇવન સ્કીમ લાગુ કરી

દિલ્હીમાં હવા પ્રદુષણને કારણે સરકારે ઓડ -ઇવન સ્કીમ લાગુ કરી
X

દિલ્હીમાં હવા પ્રદૂષણની માત્રાને અંકુશમાં લેવા માટે સરકારે ઓડ - ઇવન સ્કીમ ફોર્મ્યૂલા લાગુ કરી દીધી છે. રાજ્યમાં 13 થી 17 નવેમ્બર દરમિયાન તેનો અમલ વાહન ચાલકોએ કરવાનો રહેશે.

ઓડ -ઇવન

દિલ્હીની પ્રદુષિત હવાઓને લઈને લોકો ખુબ જ પરેશાન છે.દિલ્હી સરકારે પ્રદુષણ સામે ઓડ ઇવન યોજના લાગુ કરી દીધી છે.

રાજ્યમાં 13 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ઓડ ઇવન લાગુ રહેશે. આ ફોર્મ્યુલા અંતર્ગત ઓડ તારીખોમાં ઓડ નંબર અને ઇવન તારીખોમાં ઇવન નંબર પ્લેટ વાળી ગાડીઓ. એટલે કે જે ગાડીઓનાં નંબર પ્લેટનાં છેલ્લા નંબર ઓડ (1,3,5,7,9) હોય તે ગાડીઓ 1,3,5,7, 9,11, 13 અને 15 તારીખે ચાલશે. અને જે ગાડીઓનાં છેલ્લા નંબર ઇવન (એટલે કે 2,4,6,8,0) હોય તો આ ગાડીઓ નંબર પ્રમાણે 2,4,6,8.10,12 અને 14 તારીખે જ ચલાવી શકાશે. સવારે 8 થી રાતે 8 વાગ્યા સુધી આ ફોર્મ્યુલા લાગુ રહેશે. 8 પછી દરેક નંબરની ગાડીઓ અલાઉ હશે.

જોકે ઓડ ઇવન માંથી ટુ વ્હીલર વાહનો, CNG, ઇલેક્ટ્રિક અને હાઇબ્રીડ વાહનો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, લોકસભા સ્પીકર, રાજ્યસભાના ડેપ્યૂટી સ્પીકર, રાજ્યપાલ્| ઉપરાજ્યપાલ અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત એનર્જી વાહનો, એમ્બ્યુલેન્સ, ફાયરબ્રિગેડ, હોસ્પિટલ તેમજ અન્ય સરકારી વાહનોને પણ તેમાંથી છૂટ મળશે. અને સ્કૂલે જતા બાળકો માટે વાલીઓને કાર હંકારવાની છૂટ છે.

Next Story