Connect Gujarat
દેશ

દિલ્હીમાં AAPની માર્ચ, PM હાઉસને ઘેરવા તરફ આગળ વધી

દિલ્હીમાં AAPની માર્ચ, PM હાઉસને ઘેરવા તરફ આગળ વધી
X

કેજરીવાલના સમર્થનમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓએ શનિવારે રાત્રે પત્રકાર પરિષદ સંબોધી હતી

દિલ્હીની કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. તેઓ અધિકારીઓની હડતાળને લઈને ઉપરાજ્યપાલના કાર્યાલયમાં છેલ્લાં 7 દિવસથી ધરણા કરી રહ્યાં છે. જોકે તેમાં કોઈ હકારાત્મક પરિણામ નહીં આવતાં આમ આદમી પાર્ટીએ વડાપ્રધાન આવાસને ઘેરવા માટે આજે મંડીહાઉસ મેટ્રો સ્ટેશનથી માર્ચ શરૂ કરી હતી. જેને લઈ સાત જેટલા મેટ્રોસ્ટેશનો પણ બંધ કરવાની ફરજ પડી છે.આ પ્રદર્શન માટે દિલ્હી પોલીસ પાસેથી પરવાનગી માંગવામાં આવી નથી. જેના પગલે અરાજકતા થવાની શક્યતા વર્તાઈ છે. મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વિટ કરીને નરેન્દ્ર મોદીને તાનાશાહ ગણાવ્યા છે. આઇએએસ એસોસિયેશને કહ્યું કે, દિલ્હીમાં કોઇ ઓફિસર હડતાલ પર નથી. આપ સરકારે માત્ર અફવા ફેલાવી છે. 11 જૂનથી ઉપરાજ્યપાલના કાર્યાલયમાં ધરણાં ઉપર બેઠેલા કેજરીવાલના સમર્થનમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓએ શનિવારે રાત્રે પત્રકાર પરિષદ સંબોધી હતી.

IAS એસોસિએશનના પ્રવક્તા મનીષા સકસેનાએ જણાવ્યું હતું કે, "દિલ્હીમાં અધિકારીઓની કોઈ જ હડતાળ નથી. અમે પૂરી નિષ્પક્ષતાથી કામ કરી રહ્યાં છીએ. નોકરી જોઈન કરતાં સમયે ક્યારેય વિચાર્યું ન હતું કે અમારી વાત રાખવા માટે અમારે આ રીતે પ્રેસ કોન્ફરન્સ કરવી પડશે. અધિકારીઓને દિલ્હીના રાજકારણથી કોઈ લેવાદેવા નથી."

Next Story