Connect Gujarat
ગુજરાત

દિવસ ત્રણમાં તમામ ડિઈઓ ખાનગી સ્કુલો દ્વારા ઉઘરાવવામાં આવી રહેલી ફિ મામલે રીપોર્ટ કરે : સીએમ વિજય રૂપાણી

દિવસ ત્રણમાં તમામ ડિઈઓ ખાનગી સ્કુલો દ્વારા ઉઘરાવવામાં આવી રહેલી ફિ મામલે રીપોર્ટ કરે : સીએમ  વિજય રૂપાણી
X

રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શાળાઓ દ્વારા બેફામ ઉઘરાવવા માં આવતી ફી મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા ત્રણ દિવસના અંગે રિપોર્ટ કરવા સૂચનાઓ આપી હતી.

રાજકોટમાં ચાર જેટલા કાર્યક્રમોમાં સીએમ રૂપાણી એ હાજરી આપી હતી.સીએમ વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે જુનથી શાળા અને કોલેજોમાં નવા સત્રની શરૂઆત થઈ રહી છે. ત્યારે તે અગાઉ જ ખાનગી શાળાઓમાં વિદ્યાર્થી ઓ તેમજ વિદ્યાર્થીનીઓ પાસેથી ફી ઉઘરાવવામાં આવી રહી છે. ત્યારે રાજ્ય સરકારે આદેશ કર્યો છે કે ત્રણ દિવસની અંદર જ તમામ ડીઈઓ એક રીપોર્ટ મોકલવા માટે સૂચનાઓ આપવામાં આવી હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

જે રીપોર્ટમાં કઈ કઈ શાળાઓ દ્વારા કેટલી ફી ઉઘરાવવામાં આવી રહી છે. તે અંગે તાકીદે રીપોર્ટ મોકલે સાથો સાથ પોતાના ક્ષેત્રમાં કેટલી સીબીએસઈ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓ છે તેમજ કેટલી શાળાઓ પાસે આઈસીએસઈ બોર્ડની માન્યતા છે તે અંગે પણ વિગતવાર રીપોર્ટ કરે તેવો આદેશ કરાયો હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.

Next Story