Connect Gujarat
દેશ

દિવાળી અંધકાર માંથી ઉજાશમાં લઇ જતો પર્વ

દિવાળી અંધકાર માંથી ઉજાશમાં લઇ જતો પર્વ
X

ભગવાન રામ જ્યારે 14 વર્ષનાં વનવાસ બાદ અયોધ્યા પરત થયા હતા ત્યારે ગ્રામજનોએ તેમના આગમનમાં ઘરે ઘરે દીવા પ્રજવલિત કરી તેમનું સ્વાગત કર્યું હતુ. અને તે દિવસને દિવાળી પર્વ તરીકે ઉજવવામાં આવે છે.

દિવાળી પર્વનાં પાવન અવસરે ગણેશ અને લક્ષ્મીની પૂજાનું માહાત્મ્ય છે. દિવાળીની રાત્રે ઘરમાં દીવા પ્રજવલિત કરવા થી ઘરમાં લક્ષ્મી અને ગણપતિની કૃપા સદૈવ વર્ષે છે.

દિવાળીનાં પર્વમાં સૌ પ્રથમ માતા લક્ષ્મીને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ, ત્યાર બાદ ઘરમાં તેલનાં દીવાથી ઉજાશ કરવો જોઈએ.

પ્રકાશનાં પર્વ દિવાળીમાં દીવા થકી ઘરને પ્રકાશમય બનાવવાની સાથે કેટલીક ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે.

જેમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દિવાળીની રાત્રે પીપળાનાં વૃક્ષ નીચે દીવો કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે. જ્યારે પતિ પત્ની વચ્ચેનાં સંબંધો વધુ ગાઢ અને પ્રેમ ભર્યા બને તે માટે ઘરનાં બેડરૃમમાં દીવામાં કપૂર મૂકીને દીવો કરવો જોઈએ. આ ઉપરાંત ઘરની ગૃહિણએ રસોઈ ઘરમાં પણ ઘીનો દીવો ગેસની બંને બાજુએ મુકવાથી ઘરમાં ક્યારેય ધન ધાન્યની ખોટ વર્તાતી નહોવાનું પણ કહેવાય છે.

Next Story