Connect Gujarat
બ્લોગ

દિવાળી તો અઠ્ઠે કઠ્ઠે હોળી તો ઘર પે જ

દિવાળી તો અઠ્ઠે કઠ્ઠે હોળી તો ઘર પે જ
X

ભરૂચ જિલ્લામાં જ્યાં પણ બાંધકામ કે રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે એમાં આવતા આદિવાસીઓ ઝૂંપડપટ્ટી કે ખુલ્લા મેદાનમાં પરિવાર સાથે રહે છે. ભરૂચ જિલ્લાની ભવ્યતામાં એમનો હાથ છે. પોતડી કે લૂંગી માંથી તેઓ જીન્સ પહેરતા થયા. માંથે ઓઢેલી આદિવાસી પરણિત કે કુંવારીને જોજો એ કેટલો શ્રમ કરે છે ? અકલપ્ય !

આ બધા જ તા.૧ થી ૩ વતનમાં જવાના. એમના કોન્ટ્રાકટરો એમને મજૂરીના પૈસા સમયસર ચૂકવી દે તો !, હોળી ધૂળેટી મનાવવા વતન જતા આ પરિવારોને મેં નજરોનજર જોયા છે. વ્યસન છે ભરપૂર એમનામાં પણ કરે પણ શું> ? આખા દિવસની કાળઝાળ ગરમી, શરદી, વરસાદમાં કામ કરીને રાતે ૭ વાગે મુકામે પાછા ફરતા એ પણ ટેમ્પો, ટ્રક કે બસમાં એમની અવદશા મેં જોઈ છે.

જે મહિલાવર્ગ છે એ રોટલો, મરઘી, શાક, કાંદા, લસણ, મીઠું, મરચું, હળદર અને શીશીમાં તેલ લેવા આસપાસની દુકાનમાં જાય, પુરૂષવર્ગ પોટલીની શોધમાં નીકળે. ચૂલો સળગાવવા લાકડા અને કાંઠી શોધવાના અને ગણતરીના વાસણમાં પરિવારનું પેટ ભરાય એવું અન્ન રાંધવાનું તીખું તમતમતું !, ચાંદનીમાં, લેમ્પ પોસ્ટ કે દીવાના પ્રકાશમાં ડીનર લેતા હોય છે. રંગબેરંગી મચ્છરદાનીમાં પરિવાર નિંદર માણે.

આદિવાસી પરિવારમાં યુવાનો છે તેમની પાસે મોબાઈલ છે. દરેક મોબાઈલમાં “ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં” ગીત છે.

રાત એટલે વિરાન, શાંતિ. પુરૂષની હવસ સંતોષવાની અને ટેણિયાંને પેદા કરવાના છે એમાં નો કોમ્પ્રોમાઈસ. હરખ તું હિન્દુસ્તાન ! આ છે ભરૂચ જિલ્લાનું ચિત્ર છે જેમાં દેડિયાપાડાથી, પંચમહાલ, દેવગઢબારિયાના આદિવાસીઓનો વાસ છે.

Next Story