Connect Gujarat
દેશ

દિવાળી પહેલા રાંધણ ગેસના ભાવમાં ભડકો : સિલિન્ડરની કિંમતમાં ૨.૯૪ રૂપિયાનો વધારો

દિવાળી પહેલા રાંધણ ગેસના ભાવમાં ભડકો : સિલિન્ડરની કિંમતમાં ૨.૯૪ રૂપિયાનો વધારો
X

દિવાળીના તહેવાર પહેલા સામાન્ય માણસના ખિસ્સા પર મોંઘવારીનો માર પડ્યો છે. સબસીડીવાળા રસોઈ ગેસના સિલિન્ડરની કિંમતોમાં બુધવારે ૨.૯૪ રૂપિયાનો વધારો થયો છે. ઈન્ડીયન ઓયલ કોર્પોરેશને જણાવ્યુ છે કે ૧૪.૨ કિલોના સબસિડીવાળા LPG સિલિન્ડરની કિંમતોમાં બુધવારે ભાવ વધતા ૫૦૨.૪૦ રૂપિયાની જગ્યાએ ૫૦૫.૩૪ થવા પામ્યો છે.

સરકાર વર્ષ દરમિયાન ૧૪.૨ કિલોવાળા ૧૨ સિલિન્ડરો પર ગ્રાહકોના બેન્ક ખાતામાં સબસીડી આપે છે. સબસીડી વગરના સિલિન્ડરના ભાવમાં પણ થયો વધારોસબસીડી વગરના LPG સિલિન્ડરની કિંમતોમાં ૬૦ રૂપિયા વધીને ૮૮૦ પ્રતિ સિલિન્ડર થયો છે.

આ સાથે જ ગ્રાહકોના ખાતામાં મળતી સબસીડી નવેમ્બર ૨૦૧૮માં વધીને ૪૩૩.૬૬ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ જશે,જે ઓક્ટોબરમાં ૩૭૬.૬૦ પ્રતિ સિલિન્ડર હતી.

સરકાર ઈંધણની કિંમતના એક ભાગને સબસીડી કરાવી શકે છે, પણ ટેક્સની ચુકવણી માર્કેટના દર પર હોય છે. આના કારણે કિંમતોમાં વૃધ્ધી થાય છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતો વધતા વિદેશી મુદ્રા વિનિમયમાં વધારો ઘટાડો થતા સબસીડીવાળા રાંધણ ગેસમાં રૂપિયા ૬૦નો વધારો થયો છે. જ્યારે સબસીડીવાળા LPG ગ્રાહકો પર GSTના કારણે ફક્ત રૂપિયા ૨.૯૪નો વધારો થયો છે.

Next Story