Connect Gujarat
ગુજરાત

દીવા તળે અંધારું, ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીમાં સ્વચ્છતાના છે આવા હાલ...જૂઓ વીડિયો

દીવા તળે અંધારું, ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીમાં સ્વચ્છતાના છે આવા હાલ...જૂઓ વીડિયો
X

સ્વચ્છતાની વાતો કરતું સરકારી તંત્ર કચેરીમાં જ સ્વચ્છતા જાળવવામાં આંખ આડા કાન

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા ઉપર ખૂબજ ભાર મૂકવામાં આવી રહ્યો છે. તો આ સ્વચ્છતા મિશનની અમલવારીની જવાબદારી પણ સરકારી તંત્રના માથે છે. ત્યારે ક્યાંક ને ક્યાંક સરકારી બાબુઓ જ સ્વચ્છતાને નજર અંદાજ કરતા હોય તેવું ભરૂચની સરકારી કચેરીઓમાંથી જોવા મળી રહ્યું છે. જેથી સ્વચ્છાની બાબતને લઈને ક્યાંક ને ક્યાંક દીવા તળે અંધારૂ તેવી કહેવત સરકારી ઓફિસના હાલ જોતં સાર્થક થઈ રહી છે.

ભરૂચ જિલ્લામાં આવેલી વડી કચેરી એટલે કે જિલ્લા કલેક્ટર કચેરી સંકુલમાં અનેક કચોરીઓનો સમાવેશ થાય છે. આ કચેરીમાં રોજે રોજ મુલાકાતે આવતા લોકો કચેરી સંકુલમાં ગંદકીનો સામનો કરી રહ્યા છે. અધિકારીઓની કેબિનને અડિને જ આવેલી જગ્યાઓમાં પણ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. તો વિવિધ કામગીરી માટે જિલ્લાભરમાંથી અરજદારોએ ભરેલા ફોર્મ તથા અન્ય દસ્તાવેજો પણ ગમેતેમ પડ્યા હોવાથી આવા કેટલાંક રોકર્ડ રૂમમાં પણ ગંદકીની ભરમાર જોવા મળી રહી છે.

બીજી તરફ દિવસ દરમિયાન કલેક્ટર કચેરીમાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો થતો હોય જિલ્લાભરમાંથી લોકો આવી રહ્યા છે. પરંતુ લોકોએ પીવા માટેનું પાણી પાતાના ઘરેથી જ ભરીને લાવવું પડે તેવી સ્થિતિ હાલમાં જણાઈ રહી છે. કારણકે સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કચેરી સંકુલમાં વોટર કુલર મુક્યા હતા. પંરતું આ કુલર પાસે એટલી હદે ગંદકી જોવા મળી રહી છે કે, ત્યાં સુધી કોઈ મુલાકાતીઓ પણ પહોંચી જ શકતા નથી તેનું કારણ છે ગંદકીનું સામ્રાજ્ય. વળી કુલરનું યોગ્ય મેઈન્ટેનન્સ નહીં કરાતાં મોટા ભાગનાં કુલર બંધ હાલતમાં પડ્યા છે. તો ઓફિસમાં કામ કરતા કર્મચારીઓએ પોતાની સગવડતા માટે મીનરલ વોટરનાં જગ મંગાવી રહ્યા છે. જેથી મુલાકાતીઓને પીવાનું પાણી શુધ્ધાં નશીબ નથી આવતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આ નવી કલેક્ટર કચેરી બન્યાને હજી બહું વર્ષો નથી થયા પરંતુ એ.સી. કેબિનમાં બેસવા ટેવાયેલા અધિકારીઓને જાણે તેમની કેબિમ બહાર શું પરિસ્થિતિ છે તે જોવાની પણ જાણે ફુરસદ નથી.

Next Story