Connect Gujarat
ટેકનોલોજી

દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફૈક્ટરી હવે ભારતમાં 

દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફૈક્ટરી હવે ભારતમાં 
X

વડાપ્રદાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન આજે નોઈડાને દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરીની ભેટ આપી. વડાપ્રધાન મોદી સાજે લગભગ 4 વાગ્યે નોઈડા પહોંચ્યા હતા , તે સમયે યોગી આદિત્યનાથ પણ તેમની સાથે હશે. દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફૈક્ટરી હવે ભારતમાં હશે.

નોઈડાના સેક્ટર 81 માં આવેલી સૈમસંગ ઇલેક્ટ્રોનિક્સ 35 વિગા જમીનમાં ફેલાયેલી છે.

દેશમાં 1990 ના દશક ની શરુઆતમાં પ્રથમ ઇલેક્ટ્રોનિક વિનિર્માણ કેન્દ્રની સ્થાપના થઇ હતી. જેમાં 1997માં ટીવી બનાવવાની શરૂઆત થઇ હતી. જો કે હાલની મોબાઇલ ફેક્ટરીની સ્થાપના 2005માં થઇ હતી. ગત વર્ષે જૂનમાં દક્ષિણ કોરિયાની કંપનીએ 4,915 કરોડનું રોકાણ નોઈડા પ્લાન્ટ માટે વિસ્તરણ કરવાની જાહેરાત કરી હતી, જેના પછી હવે નવી ફેક્ટરી બે ગણુ ઉત્પાદન કરવા તૈયાર છે.

કંપની આ સમયે ભારતમાં 6.7 કરોડ સ્માર્ટફોન બનાવી રહી છે. અને નવો પ્લાન્ટ ચાલુ થયા બાદ લગભગ 12 કરોડ મોબાઈલ મેન્યૂફેક્ચર કરશે તેવી સંભાવના છે. નવી ફેકટરીમાં માત્ર મોબાઈલ જ નહીં, પરંતુ સેમસંગના કન્ઝ્યૂમર ઇલેક્ટ્રોનીક સામાન જેમકે રેફ્રિજરેટર અને ફ્લેટ પેનલવાળા ટેલીવિઝનનુ ઉત્પાદન પણ બે ગણુ વધશે. આ સાથે કંપની આ તમામ સેગમેંટમાં નંબર વન રહેશે.

ભારતમાં સેમસંગના બે વિનિર્માણ કેન્દ્ર નોઈડા અને તમિલનાડુના શ્રીપેરુંમાં છે. આ સીવાય પાંચ રિસર્ચ એન્ડ ડેવલપમેંટ સેંટર અને નોઇડામાં એક ડિઝાઈન કેન્દ્ર છે. જેમા 70 હજાર લોકો કામ કરે છે. કંપનીએ તેનુ નેટવર્ક વધાર્યુ અને 1.5 લાખ રિટેલ આઉટલેટ ખોલ્યા છે.

સેમસંગ દુનિયાની સૌથી મોટી ફૈક્ટરી બનાવવા જઈ રહી છે જેમા કંઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં દુનિયાના નક્શા પર સૌથી મોટી મોબાઈલ ફેક્ટરીનો ટેગ ચીન, દક્ષિણ કોરિયા અને અમેરિકા પાસે નથી, પરંતુ હવે આ ટેગ ઉત્તરપ્રદેશના નોઈડા શહેરના નામે હશે.

નોઈડાના સેક્ટર 81 માં સ્થિત સેમસંગ ઈલેક્ટ્રોનિક 35 વિગામાં ફેલાયેલી આ ફેક્ટરીનું ઉદ્ઘાટન વડાપ્રદાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન દ્વારા આજે કરવામાં આવ્યું હતું

Next Story