Connect Gujarat
દુનિયા

દુનિયાની સૌથી સુંદર સ્ત્રીઓમાં સ્થાન પામનાર મહારાણી ગાયત્રીદેવીની આજે જન્મજયંતિ

દુનિયાની સૌથી સુંદર સ્ત્રીઓમાં સ્થાન પામનાર મહારાણી ગાયત્રીદેવીની આજે જન્મજયંતિ
X

દુનિયાની સૌથી સુંદર સ્રીઓમાં જેની ગણના થતી હતી તે મહારાણી ગાયત્રીદેવીની આજે જન્મજયંતિ છે. પોતના રૂપ અને લાવણ્યના કારણે વિશ્વભરમાં જાણીતા થયેલા મહારાની ગાયત્રીદેવી જયપુરના મહારાણી અને ત્યારબાદ રાજમાતા બન્યા હતા. તેમનો જન્મ 23મે, 1919માં લંડનમાં થયો હતો. તેઓ ભારતના સૌથી સ્ટાઇલિશ, આત્મનિર્ભર અને સૌથી આધુનિક મહારાણી હતા.

img-6917-women-in-indian-photography-1

તેમનો જન્મ પશ્ચિમ બંગાળના કુચ બિહારના રાજવી પરિવારમાં થયો હતો. ગાયત્રીદેવીએ તેમનો અભ્યાસ લંડન અને સ્વિત્ઝરલેન્ડમાં કર્યો હતો. જ્યારે તેઓ સૌપ્રથમ જયપુરના રાજા સવાઇ માનસિંહને મળ્યા ત્યારે તેમની ઉંમર માત્ર 12 વર્ષની હતી. ગાયત્રીદેવીએ 21 વર્ષની ઉંમરે 9મે, 1940ના રોજ સવાઇ માનસિંહ સાથે લગ્ન કર્યા હતા.

article-2264082-17009DF6000005DC-167_634x631

મહારાણી ગાયત્રીદેવી ખૂબ જ સારી ઘોડેસવારી કરી જાણતા હતા. તેઓ પોલોની રમતના પણ સારા ખેલાડી હતા. તે સાથે જ તેમને શિકારનો પણ શોખ હતો.

1947માં ભારત આઝાદ થયા બાદ તેમણે લોકસભાની ચૂંટણી લડી હતી. જેમાં તેમની લોકપ્રિયતાને કારણે 1,92,909 વોટ મેળવીને ઇતિહાસ સર્જી દીધો હતો. તેમની આ જીતને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું હતું. મહારાણીને કારનો પણ જબરો શોખ હતો. ભારતમાં સૌપ્રથમ મર્સિડિઝ બેન્ઝW126 તેમના માટે ઇમ્પોર્ટ કરવામાં આવી હતી.

51

જે સમયમાં ભારતના રાજઘરાનાની સ્ત્રીઓ પડદામાં રહેતી હતી. તે સમયમાં ગાયત્રીદેવીએ પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. જેની સમગ્ર વિશ્વએ નોંધ લીધી હતી. વોગ મેગેઝીનની દુનિયાની સૌથી સુંદર 10 સ્ત્રીઓની યાદીમાં તેમનો સમાવેશ કરાયો હતો.

Next Story