Connect Gujarat
સમાચાર

દુનિયાનો એકમાત્ર એવો ખેલાડી, જેના ઘર ઉપરથી પ્લેન પણ ન પસાર થાય

દુનિયાનો એકમાત્ર એવો ખેલાડી, જેના ઘર ઉપરથી પ્લેન પણ ન પસાર થાય
X

ફૂટબોલનાં ખેલાડી મેસીનું ઘર ઉપરથી ફૂટબોલના શેપ જેવું જ દેખાય છે

હાલમાં ફૂટબોલનો ફિફા વર્લ્ડ કપ શરૂ થયો છે. જેને લઈને જાણે ફૂટબોલ ફિવર ચાલી રહ્યું છે. ત્યારે આર્જેન્ટીનાના ઈન્ટરનેશનલ ફૂટબોલ ખેલાડી લિયોનેલ આંદ્રસ મેસ્સી પોતાની જાદુઈ રમત માટે ખાસ ફેમસ છે. હવે તેની આલીશાન લાઈફસ્ટાઈલ માટે પણ મેસી વિશ્વભરમાં ઓળખાય છે. રમતથી દુનિયાને પોતાના ફેન બનાવનાર મેસીના શોખ પણ કંઈ ઓછા નથી. અને દુનિયામાં મેસી એકમાત્ર એવો ખેલાડી છે, જેના બંગલા પરથી પ્લેન પસાર થવા પર પ્રતિબંધ લાધવામાં આવ્યો છે.

સ્પેનિશ એરલાઈન્સનાં જણાવ્યા પ્રમાણે, બાર્સેલોનાના હવાઈ મથકનો વિસ્તાર શક્ય નથી. કારણ કે તે જગ્યા પર ઉડાન ભરવી શક્ય નથી. જોકે, આ શક્યતાઓ પર્યવારણના નિયમોને કારણે છે. છતાં સ્થાનિક એરલાઈન્સ તેના માટે મેસીને જ જવાબદાર માને છે. બાર્સેલોનાના ગાવામાં જ્યાં ફૂટબોલ સ્ટાર મેસી રહે છે, એ વિસ્તાર પર્યાવરણના કારણે પ્રતિબંધિત એરિયા છે. આ વિસ્તારમાં પ્લેનને ઉડવા પર પ્રતિબંધ છે.

ફૂટબોલની રમતનો જાણે જાદુગર હોય મેસી તેની રમતમાં પાવરધો છે. અને ફુટબોલને તેણે જીવનના દરેક પાસા સાથે જોડી દીધો છે. ત્યારે મેસીનું ઘર પમ ઉપરથી દેખાવમાં ફૂટબોલના શેપ જેવું દેખાય છે. મેસીનું આ ઘર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેનું ઘર સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી છે. જેના પરથી જોતા ચારે કોર હરિયાળી જ નજરે પડે છે.

આર્જેન્ટીનાના ખેલાડી લિયોનલ મેસીએ વર્ષ 2017માં તેની બાળપણની ફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ એન્ટોનેલા રોકોજો સાથે લગ્ન કરી લીધા. મેસી અને રોકુજો બાળપણમાં પાડોશી હતી. 5 વર્ષની ઉંમરે મેસીને પહેલીવાર રોકોજોને જોઈ હતી. ત્યારબાદ તે 13 વર્ષની ઉંમરે સ્પેન જતો રહ્યો. જ્યાં તેણે ફૂટબોલ ક્લબ બાર્સેલોના જોઈન કર્યો, પરંતુ બન્ને કાયમ કોન્ટેક્ટમાં રહેતા હતા. થોડા સમયમાં ફ્રેન્ડશીપ લવમાં ફેરવાઈ ગઈ. 2008માં મેસી અને રોકોજો સાથે રહેવા લાગ્યા. તેમને લગ્ન પહેલાથી જ બે સંતાનો છે.

Next Story