Connect Gujarat
દેશ

દેશના પ્રથમ સ્માર્ટ એક્સપ્રેસવેનું PM મોદીના હસ્તે થયું ઉદ્ઘાટન

દેશના પ્રથમ સ્માર્ટ એક્સપ્રેસવેનું PM મોદીના હસ્તે થયું ઉદ્ઘાટન
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના સૌથી ઝડપી અને હાઈટેક ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ એક્સપ્રેસ-વે ને સૌથી ઝડપી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે, આ રોડ પર 120 કિલોમીટરની ઝડપે ગાડી ચલાવવાની મંજૂરી મળશે. આ રોડ રાજધાની દિલ્હીને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકરો અપાવવાની દ્રષ્ટિએ પણ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ એક્સપ્રેસ-વે ગાઝિયાબાદ, ફરીદાબાદ, ગ્રેટર નોઈડ અને પલવલને જોડશે. ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વે ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હી-મેરઠના નવ કિલોમીટરના પહેલા તબક્કાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ખુલ્લી જીપમાં નિરિક્ષણ કર્યું હતું.

એક્સપ્રેસવેનું ઉદ્ધાટન બાદ મોદીએ રેલીને સંબોધન કર્યું હતું જેમાં તેઓએ કહ્યું કે મે મહિનાના ધોમધખતા તડતામાં આવવાથી સ્પષ્ટ થાય છે જે 4 વર્ષમાં અમારી સરકાર દેશને યોગ્ય દિશા લઇ જવામાં સફળ રહી છે, આજે ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકારના 4 વર્ષ પૂર્ણ થવા પર તમારા આ પ્રધાનસેવક ફરીથી તમને નતમસ્તક કરે છે.

મોદીએ કહ્યું કે દિલ્હી-NCRમાં માત્ર ટ્રાફિક જામની જ સમસ્યા નથી, પ્રદુષણ પણ એક મોટી સમસ્યા છે. જે દર વર્ષે મોટું સ્વરૂપ ધારણ કરી રહી છે. અમારી સરકારે પ્રદુષણની સમસ્યાને ગંભીરતાથી લીધી અને દિલ્હીની ફરતે Expressway બાનાવ્યો છે. સાથે જ તેઓએ કહ્યું કે સવાસો કરોડ દેશવાસીઓના જીવનસ્તર સુધારવામાં દેશના આધુનિક ઇંફ્રાસ્ટ્રક્ચરની મોટી ભૂમિકા છે, આ જ સૌનો સાથ, સૌનો વિકાસનો રસ્તો છે. કારણ કે ઇંફ્રાસ્ટ્રક્ચર જાત-પાત, પંથ-સંપ્રદાય, ઉંચ નીચ કે અમીર ગરીબનો ભેદ નથી કરતી.

135 કિમી લાંબા આ એક્સપ્રેસ-વેની સૌથી ખાસ વાત એ છે કે તેનું કામ વિક્રમજનક રીતે માત્ર 500 દિવસની અંદર જ પુરૂ કરી લેવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી આજે બાગપતમાં એક કાર્યક્રમ દરમિયાન તેને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ એક્સપ્રેસ-વે ગાઝિયાબાદ, ફરીદાબાદ, પલવલ અને ગ્રેટર નોએડા વચ્ચે સિગ્નલ ફ્રી કનેક્ટિવિટીથી મજબુત બનશે

11,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારો આ એક્સપ્રેસ-વે 6 લેનનો હશે. એટલું જ નહીં આ એક્સપ્રેસ-વે ઈંટેલિજેંસ હાઈવે ટ્રાફિક મેનેજમેંટ સિસ્ટમ અને વીડિયો ઈન્સિડેંટ ડિટેક્સનથી સજ્જ છે. આ એક્સપ્રેસ-વે પર લાઈટિંગની સંપૂર્ણ સુવિધા સોલર પેનલ દ્વારા આપવામાં આવશે. એટલું જ નહીં તેનું દ્રશ્ય પણ ખુબ જ સુંદર હશે કારણ કે આ એક્સપ્રેસ-વેના કિનારે લગભગ 2.5 લાખ ઝાડ રોપવામાં આવ્યાં છે.

Next Story