Connect Gujarat
દેશ

દેશની સૌથી મોટી IT રેડ, 163 કરોડ રોકડા અને 100 કિલો સોનું કર્યું જપ્ત

દેશની સૌથી મોટી IT રેડ, 163 કરોડ રોકડા અને 100 કિલો સોનું કર્યું જપ્ત
X

સમગ્ર કાર્યવાહી દરમિયન આવકવેરા વિભાગે તામિલનાડુમાં 22 જુદા જુદા સ્થળોએ દરોડા પાડ્યા.

આવકવેરા વિભાગે ઓપરેશન પાર્કિગ મનીના નામથી સોમવારે ચેન્નાઈમાં દરોડા પાડ્યા હતા. જે દરમિયાન એક દરોડામાં રૂપિયા 163 કરોડ રોકડા અને 100 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. અને તેથી જ આવકવેરા વિભાગની આ કમગીરીને દેશની સૌથી મોટી રેડ કહી શકાય. દરોડાની આ કાર્યવાહી ચેન્નાઈમાં રસ્તાનો કોન્ટ્રાક્ટ લેનારી નાગરાજન સેચ્યદુરઇની કંપની SKG ગ્રુપની ઓફિસમાં માર્યાં કરવામાં આવી હતી. સોમવારે સવારથી જ શરૂ થયેલી કાર્યવાહીમાં આવકવેરા વિભાગે તામિલનાડુમાં 22 જેટલા અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા.

તામિલનાડુમાં 22 જગ્યાએ રેડ પાડવાની કાર્યવાહીમાં આટલી મોટી સંખ્યામાં પૈસા જપ્ત કર્યાં બાદ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું કહેવું છે કે, આ ઓપરેશન આવક વેરા વિભાગની ચેન્ના તપાસ ટીમ ચલાવી રહી છે. દરોડાની કાર્યવાહી દરમિયાન અમને 163 કરોડ રૂપિયા કેશ મળ્યાં જેનો સંભવતઃ કોઈ જ રેકોર્ડ નથી. આ રોકડ રકમ ટ્રાવેલ બેગમાં ભરીને પાર્કિંગમાં ઊભેલી ગાડીઓમાં રાખવામાં આવી હતી.

દેશભરમાં આવકવેરા વિભાગ દ્વારા થતી દરોડાની કાર્યવાહીમાં આ કાર્યવાહી અત્યારસુધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ મંગળવારે જો દરોડાની કાર્યવાહી યથાવત રહે છે તો કંપનીના અનેક કાળા કારનામાઓને કૌભાંડોનો ખુલાસો થઈ શકે છે.

Next Story