Connect Gujarat
દેશ

દેશની સૌથી લાંબી સડક ટનલનું લોકાર્પણ કરતા પીએમ મોદી

દેશની સૌથી લાંબી સડક ટનલનું લોકાર્પણ કરતા પીએમ મોદી
X

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કડક સુરક્ષા બંદોબસ્તની વચ્ચે રવિવારના રોજ જમ્મુના પ્રવાસે આવ્યા હતા , જેમાં 2.30 વાગે જમ્મુ શ્રીનગર હાઇવે પર એશિયાની સૌથી લાંબી કેનલ ટનલ સુરંગનું ઉદ્દઘાટન કર્યુ.

આ ટનલને જમ્મુ કશ્મીર નેશનલ હાઇવે પર બનાવવામાં આવી છે, આ ટનલનું કામ 23 મે 2011 માં શરૂ કરવામાં આવ્યુ હતુ,આ ટ્વીન ટ્યુબ ટનલ 9.2 કિમી લાંબી છે.

આ માર્ગથી રાજ્યની બે રાજધાનીઓ જમ્મુ અને શ્રીનગર વચ્ચેનું અંતર અઢી કલાકને બદલે માત્ર 15 મિનિટ જેટલુ રહેશે, સડક માર્ગથી ચેનાની અને નશરી વચ્ચેનું અંતર 41 કિમીને બદલે હવે માત્ર 10.90 કિમી થઈ ગયુ છે, જમ્મુ કશ્મીર હાઇવે પર બનેલા 286 કિમી લાંબા ફોર લેન હાઇવે પર આ ટનલ શરૂ થવાથી ટ્રાફિકની મુશ્કેલી દૂર થશે.

આ ટનલ 3720 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે,આ ટનલમાં દર 75 મીટરે હાઈ રિઝોલ્યુશનના કુલ 124 કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમાં ફાયર કંટ્રોલ, વેંટીલેશન સિગ્નલ કોમ્યુનિકેશન અને ઓટોમેટિક ઇલેક્ટ્રિકલ સિસ્ટમ લગાવવામાં આવ્યા છે.

Next Story