Connect Gujarat
ગુજરાત

દેશભરમાં હિંદુ દિકરીઓ પર થતા અત્યાચાર મુદ્દે રા.મહિલા પરિષદે આપ્યુ આવેદન

દેશભરમાં હિંદુ દિકરીઓ પર થતા અત્યાચાર મુદ્દે રા.મહિલા પરિષદે આપ્યુ આવેદન
X

જો સરકાર દ્વારા આ તમામ મુદ્દાઓ ગંભીરતાથી લેવામાં નહિ આવે તો આવનારી ચૂટણીમાં નવો વિકલ્પ ઉભો કરવામાં આવશેની ચિમકી

ભરૂચ જિલ્લા રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા કલેકટરને રાજ્યાના ગૃહ મંત્રીને ઉદ્દેશીને દેશભરમાં થતા બેન-દિકરીઓ પરના અત્યાચાર મુદ્દે લડવાની કટિબધ્ધતા દર્શાવી આવી ઘટનાઓને વખોડતું એક આવેદન પત્ર રાષ્ટ્રીય મહિલા પરિષદના ભરૂચ જિલ્લાના પ્રમુખ રેશ્માબેન જાદવની આગેવાનીમાં તારીખ ૧૨મીના રોજ આપ્યું હતું.

રાષ્ટ્રીય મહિલા પરિષદ ભરૂચ જિલ્લા દ્વારા અપાયેલ આવેદનમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી દેશભરમાં હિંદુ દિકરીઓ પર દુષ્કર્મની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં મોટાભાગે આરોપીઓ વિધર્મીઓ હોય છે,આ ઉપરાંત ઘણા સ્થળો પર લવ-જેહાદના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. જેમાં વિધર્મી દ્વારા હિંદુ નામ ધારણ કરીને, હિંદુ યુવતીઓને કસાવીનેભગાડી જવામાં આવે છે.

જેથી રાષ્ટ્રીય મહિલા પરિષદ, આતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ તથાઅન્ય હિંદુ સમાજ આવી તમાંમ ઘટનાઓને વખોડી કાઢવા સાથે આવા કૃત્યો સામે લડવા માટે કટિબદ્ધ થવાની તત્પરતા પણ દર્શાવી હતી.

રાજયના ગૃહમંત્રીને ઉદ્દેશીને અપાયેલા આ આવેદનમાં તેમણે દેશમાં ઘટેલ કેટલીક ઘટનાઓની ગંભીરતા ખ્યાલ આવે તે વર્ણવી હતી જેમાં, તાજેતરમાંજ મઘ્યપ્રદેશના મદસોર ખાતે નાની હિંદુ દીકરી પર દુષ્કર્મ આયરવામાં આવ્યું.,તાજેતરમાંજ ગત ૩૦ જુન ના રોજ ભરૂયના નાગોરીવાડ ખાતે પણ ૩ વર્ષની બાળકો સાથે પણ આ પ્રકારની ઘટના બની.,ઉત્તર ગુજરાતના વડાલી મુકામે પણ એક પરણિત મુસ્લિમ દ્વારા હિંદુ યુવતીને ફોસલાવીને, લવ-જેહાદનો શિકાર બનાવી ભગાડી લઇ જવામાં આવી.,હાલમાંજ જમ્મુ કાશ્મીરમાં અભ્યાસ કરતી પંજાબની શીખ યુવતી પર જબરન ઇસ્લામ કબુલ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા.

વધુમાં રાષ્ટ્રીય મહિલા પરિષદ, આંતર રાષ્ટ્રિય હિદુ પરિષદ, રાષ્ટ્રીય બજરગદળ તથા અન્ય હિદુ સમાજ માંગણી કરી હતી કે, ઉપરોક્ત તમામ ઘટનાઓની ન્યાયિક કાર્યવાહી ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તથા તેના માંટે સ્પેશીયલ સરકારી વકીલ નીમવામાં આવે, કે જે આ કેસો સામાન્યત: ચલાવતા હોય.

આવેદનના માધ્યમ થી તેમણે પ્રવર્તમાન સરકારને એમ પણ જણાવ્યું કે, બહેન-દીકરીઓની સુરક્ષાના મુદ્દાનો ઉપયોગ જે રીતે સત્તા મેળવવા કર્યો, તે રીતે મહિલાઓને,હિન્દુ બહેન-દીકરીઓને સપુર્ણ સુરક્ષા પ્રદાન કરવામાં આવે. જો સરકાર દ્વારા આ તમામ મુદ્દાઓ ગંભીરતાથી લેવામાં નહિ આવે તો આવનારી ચૂટણીમાં નવો વિકલ્પ ઉભો કરવામાં આવશેની ચિમકી પણ ઉચ્ચારી હતી.

Next Story