Connect Gujarat
ગુજરાત

દોઢ મહિનામાં ફરી વાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીને નિહાળશે PM નરેન્દ્ર મોદી

દોઢ મહિનામાં ફરી વાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીને નિહાળશે PM નરેન્દ્ર મોદી
X

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31મી ઓકટોબરે કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટનું લોકાર્પણ કર્યુ હતું. આ લોકાર્પણના દોઢ મહીનાના ટૂંકા ગાળામાં કેવડિયા કોલોનીની મુલાકાતે ફરી આવનાર છે. ત્યારે આ વખતે તેઓ રાત્રી રોકાણ પણ કરે તેવી શક્યતા છે. ત્યારે ટેન્ટ સિટીમાં જે વીવીઆઇપી કક્ષાના રાજ દરબારી 4 ટેન્ટ છે. આ ટેન્ટમાંથી એક ટેન્ટમાં પીએમ મોદી અને બીજા ટેન્ટમાં ગૃહમંત્રી રાજનાથસિંહ રોકાણ કરશે એવી સંભાવનાઓ છે.

MODI

ડિસેમ્બરની તા. 20, 21 અને 22ના રોજ ટેન્ટ સિટી ખાતે ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ રાખવામાં આવી છે. જેમાં દેશની વિવિધ સુરક્ષા પાંખના 185 ડીજી ઉપસ્થિત રહેશે. આ રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ પણ હાજર રહેવાના છે. આ સાથે આ કોન્ફરન્સમાં તમામ રાજ્યોના ગૃહમંત્રીઓ અને રાજ્યના ડીજીપીઓ હાજર રહેશે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી લોકાર્પણના મહત્વના કાર્યક્રમ બાદ બીજા મહત્વના કાર્યક્રમને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ મોદી આ ત્રણ દિવસમાંથી ફક્ત કોન્ફરન્સના સમાપનના દિવસે જ હાજરી આપશે એવું પણ ચર્ચાઇ રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે નરેન્દ્ર મોદીએ આ ટેન્ટ સિટીની મુલાકાત લીધી હતી. પરંતુ દિવસનો કાર્યક્રમ હોવાથી એમણે ત્યાં રાત્રી રોકાણ કર્યુ ન હતું. પરંતુ આ વખતે તે રાત્રી રોકાણ કરે તેવું આયોજન થઇ રહ્યુ છે.

Next Story