Connect Gujarat
ગુજરાત

દ્વારકા: કળીયુગમાં પણ ઇમાનદારી દાખવી રૂપિયા ૧.૨૦ લાખના દાગીના પરત આપતી ૧૦૮ની ટીમ

દ્વારકા: કળીયુગમાં પણ ઇમાનદારી દાખવી રૂપિયા ૧.૨૦ લાખના દાગીના પરત આપતી ૧૦૮ની ટીમ
X

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લીમડી નજીકનો બનાવ ખંભાળીયા દ્વારકા હાઇવે પટ લીંબડી નજીક ઈકો ચાલક સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યો હતો. ગાડી પુલ પર થી નીચે ખાબકતા ૮ જેટલા લોકોને નાની મોટી ઈજા થવા પામી હતી. આ ઇજાગ્રસ્તોને ૧૦૮ની મદદ થી સારવાર માટે ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે જામનગર રીફર કરવામાં આવ્યા હતા.

૧૦૮ની ટિમ લીંબડી ઘટના સ્થળે પહોંચી હતી જેમાં ઇજાગ્રસ્તના સોનાના દાગીના ઇએમટી સાગર , પાયલોટ પ્રકાશ ચોપડાએ સોનાના દાગીના ૪ તોલા જેની રકમ ૧.૨૦ લાખના દાગીના પરિવારને સોંપવામાં આવ્યા હતા. દ્વારકા જિલ્લાના લીમડી અને ખંભાળિયાની ૧૦૮ટીમ દ્વારા આજના સમય માં પણ ઈમાનદારી દાખવી દાગીના પરત કર્યા હતા.

Next Story