Connect Gujarat
ગુજરાત

દ્વારકા : કાન્હાના 5246માં જન્મોત્સવની ઉજવણીની તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર અને પૂજારી પરિવાર દ્વારા પૂર્ણ કરાઈ

દ્વારકા : કાન્હાના 5246માં જન્મોત્સવની ઉજવણીની તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર અને પૂજારી પરિવાર દ્વારા પૂર્ણ કરાઈ
X

યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશના જન્મોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ખાસકરીને કાન્હાના 5246મોં જન્મોત્સવની ઉજવણી થનાર હોઈ ત્યારે ભગવાનના જન્મોત્સવમાં કોઈ કચાસ ન રહે તે માટેની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.

જિલ્લા વહીવટી તંત્ર પોલિસ અને પૂજારી પરિવાર દ્વારા જગત મંદિરમાં લોકોને પૂરતી સુવિધાઓ મળી રહે તે હેતુ થી તૈયારીઓ કરવામાં આવી છે. ખાસકરીને જિલ્લા પોલીસ દ્વારા ચષ્ટ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દ્વારકા તરફ આવતા તકકમાં વાહનોનું ચેકીંગ માટે જિલ્લાના મુખ્ય રસ્તાઓ પર અંદાજિત 6 જેટલી ચેકપોસ્ટ ઉભી કરાઈ છે. જન્માષ્ટમીના ઉત્સવને ધ્યાનમાં રાખીને પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

બીજીતરફ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દવકરક ઉત્સવ 2019 નું આયોજન જન્માષ્ટમી પર્વ પર વિશેષ કરાયું છે. જગત મંદિર આસપાસ યાત્રિકોને પૂરતી સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. પૂજારી પરિવાર દ્વારા જગત મંદિરના ગર્ભગૃહમાં લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે. ભગવાનના એક ભક્ત દ્વારા જગત મંદિરના પરિસર અને શિખર પર અને મંદિર આસપાસ લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે.

યાત્રાધામ દ્વારકામાં અનેક ઉત્સવની ઉજવણી થતી હોય છે. પરંતુ દ્વારિકાનો મુખ્ય ઉત્સવ એટલે જન્માષ્ટમી અને ભગવાનના જન્મોત્સવની ઉજવણી થવાની હોઈ ત્યારે તેમાં કોઈ કચાસ ન રહે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કાન્હાનો જન્મોત્સવ ની ઉજવણી ધામધૂમ પર્વક કરવામાં આવે તે હેતુ થી પૂજારી પરિવાર દ્વારા મંદિર સુશોભિત કરવાયું છે. અને યાત્રિકો ને પ્રસાદ મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Next Story