Connect Gujarat
ગુજરાત

ધર્મસત્તા, અર્થસત્તા અને રાજસત્તાના ત્રિવેણી સંગમનો યોગ ઊભો કરનાર સાપુતારાની શ્રીમદ્‍ ભાગવત કથાનો સમાપન સમારોહ યોજાયો

ધર્મસત્તા, અર્થસત્તા અને રાજસત્તાના ત્રિવેણી સંગમનો યોગ ઊભો કરનાર સાપુતારાની શ્રીમદ્‍ ભાગવત કથાનો સમાપન સમારોહ યોજાયો
X

ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા, અને ડાંગ પ્રદેશ એ સંપૂર્ણ આદિવાસી ક્ષેત્ર છે. જ્યાં છેલ્લા ત્રણેક વર્ષોથી આવવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થઇ રહ્યું છે, તેમ ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીએ ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ દ્વારા સાપુતારા તથા તેની આસપાસના વિસ્તારમાં ચાલી રહેલી પ્રવુત્તિઓની સરાહના કરી હતી.સાપુતારા ખાતે સાંદીપનિ વિઘા સંકુલ ખાતે નવા તૈયાર થયેલા છાત્રાવાસનું લોકાર્પણ કરતા રાજ્યપાલશ્રીએઆધ્યાત્મિક ચેતનાને, સામાજિક ચેતનામાં પરિવર્તિત કરીને, ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ આદિવાસી વિસ્તારમાં આદરેલા ભગિરથ કાર્ય બદલ શુભકામના પાઠવી હતી.

સાપુતારાની એક સમયની સરકારી માધ્યમિક શાળાને દત્તક લઇને, તેનું સાંદીપનિ વિઘા સંકુલ નામાભિધાનકર્યા બાદ સંસ્થા દ્વારા સ્થાનિક આદિવાસી વિઘાર્થીઓને ઉત્તમકક્ષાની શિક્ષણ વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે તેમ જણાવી, રાજ્યપાલશ્રીએ સમાજના અન્ય જરૂરિયાતમંદ વિસ્તારો સુધી પણ તેમની આ સેવાઓનો વ્યાપવિસ્તરે તેવો અનુરોધ કર્યો હતો.અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં શ્રેષ્ઠ સંસ્થાઓ સ્થાપીને પૂ.ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનનાસ્વપ્નને સાકાર કરવા સાથે, મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિના વર્ષમાં ભાઇશ્રીએ લીધેલો સંકલ્પ બહુ જ પ્રસ્તુત છે તેમ જણાવ્યું હતું.

ગત એક સપ્તાહથી ગિરિમથક સાપુતારા ખાતે વૈશ્વિક ભાગવતાચાર્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના મુખેથીશ્રોતાજનો શ્રીમદ્‍ ભાગવતજીનું રસપાન કરી રહ્યાં છે. જેના સમાપન વેળા પધારેલા મહામહિમ રાજ્યપાલ શ્રીઓ.પી.કોહલીજીના હસ્તે દાતાઓનું જાહેર અભિવાદન પણ કરાયુ હતું. ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ સાથે સંકળાયેલા સમાજશ્રેષ્ઠીઓએ ડાંગ જિલ્લાના ભાપખલ ગામને આદર્શ ગામ બનાવવા માટે દત્તક લીધુ હતું. જેમનું પણ મહામહિમશ્રીએ જાહેર અભિવાદન કર્યું હતું.

Next Story