Connect Gujarat
ગુજરાત

ધાનેરાના કોટડા ગામે જમીનમાં દાટેલો મળ્યો સરકારી દવાનો જથ્થો: તપાસ શરૂ

ધાનેરાના કોટડા ગામે જમીનમાં દાટેલો મળ્યો સરકારી દવાનો જથ્થો: તપાસ શરૂ
X

ધાનેરાના કોટડા ગામે સરકારી દવાનો જથ્થો જમીનમાં દાટેલો મળતા ધાનેરા THO કોટડા ગામે દોડી આવ્યા હતાં જોકે આ તપાસમાં THO ભીનું સકેલતા હોવાનાં ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતાં.

ગતરાત્રીએ જમીનમાં દાટેલ સરકારી દવાનો જથ્થો ગ્રામજનોની નજરે ચઢતાં ધાનેરા THO ને જાણ કરવામાં આવી હતી જોકે આજે ધાનેરા THO પી એમ ચૌધરી કોટડા ગામ દોડી આવ્યા હતાં અને જમીનમાંથી દવાનો જથ્થો બહાર કાઢી ગ્રામજનોની હાજરીમાં પંચકાસ કરી ગ્રામજનોને કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.

જોકે ગ્રામજનોએ THOની તપાસને નાટક ગણાવી ભીનું સકેલતા હોવાનાં આક્ષેપ કર્યા હતાં THO એ સ્થળ તપાસ કર્યા વિના જ ગામનાં એક વ્યક્તિના ઘરે બેસી પંચકાસ કરતાં હતાં જોકે મીડિયામે જોઈ સાહેબ સ્થળ પર જાત તપાસ માટે પોહચ્યા હતાં સાથે જ પંચકાસ સમયે ગ્રામજનોના જવાબોમાં પણ સાહેબ પોતે મૌખિક અલગ સવાલો સાથે પંચકાસ કરતાં ગ્રામજનોએ યોગ્ય તપાસ કરવાની માંગ કરી હતી.

આ સમગ્ર મામલે THO સરકારી દવા નાખનાર ઈસમને યેન કેન પ્રકારે બચાવવાના પ્રયાસ કરતાં નજરે ચઢ્યા હતાં જોકે બીજીતરફ વિપુલ પ્રમાણમાં મળેલ સરકારી દવાનો જથ્થો ગામનાં બીમાર લોકો સુધી પોહચડવાની જગ્યાએ જમીનમાં દાટી દેવાતાં ગામલોકોમાં રોષ જોવા મળ્યો હતો.

જોકે ગરીબ અને ગામડાંના લોકોને સમયસર પોતાનાં જ ગામનાં સરકારી દવાખાને દવાઓ તો ઉપલબ્ધ કરવામાં તો આવે છે પરંતુ ઘણાં ગામડાઓમાં તો ડોકટર હાજર રહેતા નથી તો ઘણાં ગામડાઓમાં સરકારી દવાખાના પણ ખુલતા નથી તો ઘણી જગ્યાએ આ દવાઓને બારોબાર વેચી દેવાના કારોબાર ચાલી રહ્યા છે ત્યારે કોટડા ગામમાં સરકારી દવાને જમીનમાં દાટી દેવાના કિસ્સામાં કોણ જવાબદાર છે તેના સામે હવે આરોગ્ય વિભાગને કાર્યવાહી કરવામાં કેટલો સમય લાગશે એ તો સમય જ બતાવશે.

Next Story