Connect Gujarat
ગુજરાત

ધૂળની ડમરીઓ થી અંકલેશ્વર બન્યું ધૂળયુ નગર...

ધૂળની ડમરીઓ થી અંકલેશ્વર બન્યું ધૂળયુ નગર...
X

  • હવામાન ખાતાની બે દિવસમાં માવઠાની આગાહી
  • માનવ સ્વાસ્થ માટે બદલાયેલું હવામાન રોગયુક્ત

રાજસ્થાન સાયક્લોનિક સરક્યુલેશન ઇફેક્ટ અંકલેશ્વર પર પડતા શહેર અને ગ્રામ્ય વિસ્તાર ધૂળની દમની ઉડી હતી. હવામાન ખાતાની બે દિવસમાં માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. ગરમીનો પારો ગગડતા તેની સીધી અસર માનવ સ્વસ્થ પર ઉભી થશે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="91521,91522,91523,91524,91525,91526,91527,91528,91529,91530,91531,91532,91533,91534,91535,91536,91537,91538"]

અંકલેશ્વર તાલુકા અંગે ગ્રામ્ય વિસ્તારમાં આજરોજ છવાયેલ ધૂળની દમની કચ્છ અને રાજસ્થાનના રણમાં પડેલી ગરમી થી ઉઠેલી ધૂળ ની આંધીની અસર હેઠળ સાયક્લોનિક સરક્યુલેશન ઇફેક્ટ થઇ છે. જે ધૂળિયું વાતાવરણ સર્જાય રહ્યું છે. પવનની દિશા બદલાઈ જવાને લઇ વાતાવરણમાં એકદમ ધૂળ ભળી જવા પામી છે.

રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં અને તેને અડીને આવેલ ગુજરાતના વિસ્તારોમાં દરિયાઈ સપાટી નજીકના વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન વધુ ધેરું બન્યું છે. જેની અસર થી ગરમીનો પારો ગગડી ગયો છે. આ ધૂળની ડમળી ઓ માનવ શરીર માટે રોગ ફેલાવનારી બની શકે તેમ છે અને ખેતી માં પણ નુકશાન કરી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અચાનક હવામાનમાં આવેલા પલટાએ વાતાવરણમાં ગંભીર બનાવાની સાથે કઈ આફત ઉદ્દભવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

Next Story