Connect Gujarat
ગુજરાત

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ 10મીએ થશે જાહેર

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ 10મીએ થશે જાહેર
X

ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહની માર્ચ 2018માં લેવાયેલી બોર્ડની પરિક્ષાનું પરિણામ આગામી 10 મેનાં રોજ જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડની કચેરી દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં જણાવ્યું છે કે, તારીખ 10 મેનાં રોજ બોર્ડ પરીક્ષાના પરિણામની માર્કશીટ અને ગુજકેટની પરીક્ષાના પરિણામની માર્કશીટનું વિતરણ જિલ્લા વિતરણ સ્થળો ઉપર સવારે 11 કલાકથી સાંજ 4 વાગ્યા સુધી કરવામાં આવશે. જેથી શાળાના આચાર્યોએ પોતાની શાળાનાં પરિણામપત્રકો મેળવી લેવાનાં રહેશે. જ્યારે ઓનલાઈન પરિણામ જાણવા માટે બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપરથી સવારે 9 કલાકથી જોઈ શકાશે.

Next Story