Connect Gujarat
ગુજરાત

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ થયું જાહેર,

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ થયું જાહેર,
X

ગુજરાતમાં આજે ધોરણ-12 કોમર્સનું પરિણામ જાહેર થઇ ગયું છે. ધોરણ 12નાં સામાન્ય પ્રવાહનું કુલ 73.27% પરિણામ આવ્યું છે.

ગયા વર્ષની સરખામણીમાં 4.31 ટકા વધુ પરિણામ આવ્યું છે. ધોરણ 12નાં સામાન્ય પ્રવાહનાં જાહેર થયેલા પરિણામમાં પાટણ જિલ્લો 85.03 ટકા સાથે પ્રથમ છે જ્યારે પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ 45.02% છે. આજે બપોર બાદ વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલમાંથી માર્કશીટ મેળવી શકશે.

2019માં સૌથી વધુ રેગ્યુલર 39 હજાર વિદ્યાર્થી સુરતથી નોંધાયા છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોને બાદ કરતાં સૌથી ઓછા 1511 વિદ્યાર્થી ડાંગ-આહવામાંથી નોંધાયા છે.

ચાલુ વર્ષે ધોરણ-12ની પરીક્ષામાં 3,56,869 નિયમિત ઉમેદવારો નોંધાયા હતાં. જે પૈકી 3,55,562 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતાં. અને 2,60,503 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 73.27% આવેલા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 5,33,626 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 3,59,375 નિયમિત, 95,075 રીપીટર, 7335 આઈસોલેટેડ વિદ્યાર્થીઓન નોંધાયા હતા. ખાનગી નિયમિત 40,960 અને ખાનગી રીપીટર 30,881 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

અમદાવાદ શહેરમાં 36,488 અને અમદાવાદ ગ્રામ્યમાં 24,372 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો સુરતમાં 50,885, રાજકોટમાં 30,206, બનાસકાંઠામાં 27,366 અને વડોદરામાં 21,481 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. સૌથી ઓછા કેન્દ્રશાસિત પ્રદેશ(ડી.વી.)માં 514 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી.

Next Story