Connect Gujarat
ગુજરાત

ધોરાજીમા પત્નીને જાહેરમાં મારનાર પતિને પોલિસે ઉઠબેસ કરાવી જાહેરમાં મંગાવી માફી

ધોરાજીમા પત્નીને જાહેરમાં મારનાર પતિને પોલિસે ઉઠબેસ કરાવી જાહેરમાં મંગાવી માફી
X

ધોરાજીમાં પત્ની પર જાહેરમાં હાથ ઉપાડનાર પતિને પોલીસે કરાવી ઉઠબેસ

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આગાઉ એક મહિલાને નિર્દયતા પૂર્વક જાહેરમાં માર મારવાની ઘટના નો વિડીયો વાયરલ થયો હતો,પતિના આ જુલ્મ સામે પત્નીએ પોલીસની શરણુ લીધુ હતુ.

પોલીસે આ મામલે તપાસ કરીને જાહેરમાં પત્નીને મારનાર પતિની ધરપકડ કરી હતી. અને તેની વિરુદ્ધ પત્નીને શારીરિક તેમજ માનસીક ત્રાસ આપવાની તેમજ માર મારવાની ફરિયાદ પણ નોંધી હતી.

વધુમાં ધોરાજી પોલીસે જાહેરમાં મારકુટ કરનાર શખ્સની ધરપકડ કરી તેણીના પતિને જાહેરમાં ઉઠબેસ કરાવી માફી મંગાવી હતી. તેમજ પોતે આ પ્રકારનુ કૃત્ય ક્યારે પણ નહી કરે તેવી પોલીસને ખાતરી પણ આપી હતી.

Next Story