Connect Gujarat
ગુજરાત

ધોરાજી ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો, સેવાભાવી પત્રકારોનું કરાયું સન્માન

ધોરાજી ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો, સેવાભાવી પત્રકારોનું કરાયું સન્માન
X

ધોરાજીના ફરેણી રોડ પર આવેલી સરકારી પ્રાથમિક શાળા નંબર ૨ જે ફરેણી રોડ સાવ પછાત વિસ્તાર છે. જેમાં સરકારી પ્રાથમિક શાળા નંબર ૨ ખાતે ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને વિદાય સમારંભ અને જમ્મુ કાશ્મીર શહીદ થયેલ જવાનોના પરિવારજનોને ફંડ અર્પણ અને શાળામાં શિક્ષકશ્રીઓને બેસ્ટ કામગીરી કરનાર શિક્ષકોની સેવાઓને બિરદાવી તેઓએ પેન આપી સન્માનિત કર્યા હતા.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="90106,90105"]

આ તકે શાળા વર્ષ દરમિયાન બેસ્ટ કામગીરી કરનાર વિદ્યાર્થીઓને નોટબુક અને સ્કૂલ કીટો આપી સન્માનિત કર્યા હતા. આ તકે ધોરાજીના પત્રકાર રશમીનભાઈ ગાંધી, ધર્મેન્દ્રભાઈ બાબરીયા, ભોલાભાઈ સોલંકી, અલ્પેશભાઈ ત્રિવેદી તેમજ વિનુભાઈ પરમાર સહિતના પત્રકારોને સન્માનપત્રો આપી સન્માનિત કર્યા હતા. તેઓની સેવાઓને બિરદાવી હતી. આ તકે શાળાના પ્રિન્સીપાલ નિલેશભાઈ મકવાણાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓને ભણતર અંગે તેમના વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું. અને ધોરાજીના સ્વીફ્નોડલ અધિકારી સિંગાળાએ મતદાન જાગૃતિ અંગે માર્ગદર્શન આપી અને શપથ લેવડાવી હતી. આ તકે આ સન્માન સમારોહ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા. અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

Next Story