Connect Gujarat
ગુજરાત

ધો.૧૨ સાયન્સમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય!

ધો.૧૨ સાયન્સમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય!
X

ધોરણ.૧૨ સાયન્સની જુલાઈમાં લેવાયેલી પૂરક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની માર્ચ-૨૦૨૦માં જૂના અભ્યાસક્રમ પ્રમાણે બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. આ સિવાય જે વિદ્યાર્થી પાસ થયા છે, પરંતુ માર્કશીટ જમા કરાવીને તમામ વિષયની પરીક્ષા આપવી હશે તેવા વિદ્યાર્થીઓની પણ જૂના અભ્યાસક્રમ પ્રમાણે પરીક્ષા લેવામાં આવશે.બીજી તરફ સેમેસ્ટર સિસ્ટમવાળા વિદ્યાર્થીઓને અનેક તક આપવા છતાં નાપાસ થયા છે તેવા વિદ્યાર્થીઓએ હવે આગામી વર્ષમાં નવા અભ્યાસક્રમ પ્રમાણે પરીક્ષા આપવી પડશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષની બોર્ડની પરીક્ષામાં સાયન્સમાં કુલ ત્રણ વિભાગમાં પરીક્ષા લીધી હતી. જેમાં બદલાયેલા નવા અભ્યાસક્રમ પ્રમાણે, જૂના અભ્યાસક્રમ પ્રમાણે અને સેમેસ્ટર સિસ્ટમ પ્રમાણે પરીક્ષા લીધી હતી. જેથી હવે પછી સેમેસ્ટર સિસ્ટમ પ્રમાણે પરીક્ષા લેવામાં નહી આવે. પરંતુ જુલાઈની પૂરક પરીક્ષામાં જૂના અભ્યાસક્રમ પ્રમાણે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી પરંતુ નાપાસ થયા છે તેવા વિદ્યાર્થીઓએ વર્ષ-૨૦૨૦ની બોર્ડની પરીક્ષામાં જૂના અભ્યાસક્રમ પ્રમાણે પરીક્ષા આપવાની તક મળશે.

Next Story