Connect Gujarat
ગુજરાત

નબીપુર એજયુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી ગેરબંધારણીય હોવાના આક્ષેપ સાથે વહીવટદાર નિમવા અપાયું આવેદન

નબીપુર એજયુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી ગેરબંધારણીય હોવાના આક્ષેપ સાથે વહીવટદાર નિમવા અપાયું આવેદન
X

ઘી નબીપુર એજયુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી ગેરબંધારણીય હોય ચેરિટી મદદનીશ કમિશનરની વહીવટદાર નિમણુક કરવાની માંગ સાથેનું આવેદન પત્ર ભરૂચ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું.

આવેદન પત્રમાં જણાવ્યા મુજબ ગેરબંધારણીય રીતે દર વર્ષની ૧૫મી માર્ચ સુધી સભ્યની નોંધણી કરવાની હોય માથાભારે વહીવટકર્તાઓ ગ્રામજનોને હક્કથી વંચિત રાખી સભ્ય નોંધણી કરવાની ના પાડે છે.જે અંગે ચેરિટી કમિશનરને અરજી પાઠવેલ છે. તેમજ ટ્રસ્ટના બની બેઠેલા પ્રમુખ ૩૧-૦૩-૨૦૧૦ થી ટ્રસ્ટમાં રાજીનામુ આપેલ હતું.ત્યાર બાદ તેઓ કોઈજ સભ્યપદ ધરાવતા ન હતા તેમ છતાં ટ્રસ્ટના બંધારણનું ઉલ્લંઘન કરી મેનેજિંગ ટ્રસ્ટીઓના મેળાપીપણામાં કાર્ય થઇ રહ્યું છે.

આ માથાભારે ઈસમોએ તાજેતરમાં નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં શિક્ષકોની ભરતીમાં અંદાજિત રૂપિયા ૨૮ લાખ કરતા વધુ ઉઘરાવી લઇ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરેલ છે. આ ઉપરાંત નાણાકીય કોઈ આયોજન ન હોવા છતાં, હાલ નબીપુર હાઈસ્કૂલના ભાડાના મકાનમાં થયેલ રૂપિયા ૮ લાખના રીનોવેશનની કામગીરી કેવી રીતે થઇ આ બધા કારણો આપી ટ્રસ્ટને ગેરકાયદેસર રીતે કબ્જે કરી લેનાર ઈસમો રાજકીય હોય સંસ્થાને રાજકીય અખાડો બનાવી દીધેલ હોવાનું આવેદન પત્રમાં જણાવી વહીવટદાર નિમણુક કરવા માંગ કરવામાં આવી છે.

Next Story