Connect Gujarat
દેશ

નમો : ડિસ્કવરી ચેનલ : ઉલ્લુ બનાવે છે.

નમો : ડિસ્કવરી ચેનલ : ઉલ્લુ બનાવે છે.
X

ડિસ્કવરી ચેનલ જુવો, સોમવારે રાતે ૯.૦૦ કલાકે. બેયર ગ્રીલ્સ સાથે જીમ ર્કોબેટ ફોરેસ્ટમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પગપાળા ફરશે.

ઈન્ડિયા ટી.વી. કે આજતક નમોની આરતી ઉતારે તો સમજ્યા કે અમિતભાઈએ ગોઠવ્યું હશે. ડિસ્કવરી ચેનલની ‘મેન વર્સીસ વાઈલ્ડ’ એપિસોડ જોયા છે જેમાં એડવેન્ચર, થ્રીલ, પશુ, પક્ષીઓની જબરદસ્ત ફોટોગ્રાફી, કોમેન્ટરી રસપ્રદ હોય છે.

જ્યારે નમોએ દાટ વાળ્યો. ભારતના નાગરિક કમળનું બટન દબાવી આટલી મેજોરીટી આપે, જેમાંનો હું પણ એક છું, પણ આટલી હદે મુર્ખ બનવા તૈયાર નથી. આખા એપિસોડમાં મોદીજીએ જે વેશપરિધાન કર્યું છે તે જ હાસ્યાસ્પદ લાગે. બાકી પોલિટીશ્યને, મુખ્યમંત્રી અને વડાપ્રધાને કેવા કપડા પહેરવા જોઇએ એની બેમિશાલ જોડ નમો બન્યા જ્યારે ‘મેન વર્સીસમાં વાઈલ્ડ’ માર ખાય ગયા.

ત્રીજા બ્રેકમાં મેં કહ્યું બસ બહુ થયું હવે વધારે મુર્ખો બનવા તૈયાર નથી, એની સાથે જ મારી પત્ની, ભાભી અને ભાઈએ એમની રેગ્યુલર સિરિયલ બદલી.

ઘરે આવ્યો તો બધા જ મારી વાતમાં સંમત. ગળે ઉતરે નહિ ડિસ્કવરી ચેનલના નમો. જરૂર શું હતી હવે આ એપિસોડ પ્રસારિત કરવાની ? વાઈલ્ડ લાઈફ પર્યાવરણની ડંફાસો શા માટે ? ૧૦૦ થી વધારે દેશોમાં આ ચેનલ પ્રસારિત થઈ. જ્યાં જ્યાં આપે ચંદનના લેપ લગાવ્યા ત્યાં હવે તમે કપૂરની જેમ ઊડી જશો. ‘મેન વર્સીસ વાઈલ્ડ’ એટલે વિશ્વાસઘાત. ડિસ્કવરીના એન્કર બેયર ગ્રીલ્સ કેટલો પસ્તાતો હશે કે આ એ પોલિટીકલ સ્ક્રીપ્ટેડ એપિસોડ એમા જંગલ, પ્રાણી, વાઈલ્ડ લાઈફ, પર્યાવરણની ડંફાસો સાથે મોદીની બાયોગ્રાફી.

નમો કેટલીવાર કહેશે કે અમે ગરીબ પરિવારમાં હતા, ૧૭ વર્ષની ઉંમરે હિમાલય પર ગયો હતો, રેલવે સ્ટેશન પર ચા વેચતો હતો, મારા માતૃશ્રી ૯૦ વર્ષની ઉપરના છે, લાકડા વેચવાનો બિઝનેશ કરવાની પર્યાવરણપ્રેમી તરીકે મારી દાદીએ ના પાડી હતી.

ભલે આપના ચમચાઓને લાગતુ હશે કે ડિસ્કવરી ચેનલ પર ૬૦ મિનિટ સુધી નમો છવાયા, ચોથી જાગીરના પ્રતિનિધિ તરીકે આપ છવાયા અને છેતરાયા. ૧૮ વર્ષમાં પહેલીવાર વેકેશન લીધુ. આપે જણાવ્યુ, કોણે રજા લેવાની ના પાડી હતી, દર અઢાર મહિને રજા લો, ગુફામાં કે જંગલમાં નહિ જતા કારણ ત્યાં જઈને તમે જે કાંઈ કરો છો એ અવૈજ્ઞાનિક, અંધશ્રદ્ધાપોષક વાતો હોય છે.

છેલ્લે કોઈને મારવું એ મારા સંસ્કારમાં નથી, કુદરતી પર ભરોસો રાખો પ્રકૃતિને પ્રેમ કરો એની બીક ના રાખો. રાજકરણમાં તમે કેટલા નેતાઓને હલાલ કર્યા એ ગણવા બેસીએ તો આંગળીના વેઢા ઓછા પડે.

આ બધી વાતો જીમ ર્કોબેટ ફોરેસ્ટમાં કરે ત્યારે ડિસ્કવરી ચેનલ પર દાઝ ચઢે. આ બધું ભારતના નાગરીક જાણે છે. જશોદાબહેન દિલ્હીમાં નથી એ પણ જાણે છે. નરેન્દ્રભાઈ આપ અમારા વિશે વિચારો છો અને કામ કરો છો પણ આવા ધતીંગ, ઉલ્લુ બનાવવાનું બંધ કરો. નમો આપને બે ગજના નમસ્કાર. બસ હવે તો થાક્યા !

Blog by : Rushi Dave

Next Story