Connect Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લાના ત્રણ પોલીસ ડિવિઝનોને ISO 9001 કરાયા

નર્મદા જિલ્લાના ત્રણ પોલીસ ડિવિઝનોને ISO 9001 કરાયા
X

પોલીસ મથકોની સાથે સેવા પણ ગુણવક્તા યુક્ત બનશે?

નર્મદા પોલીસનું રાજપીપળા ડિવિઝન તેના અંતરીયાળ ૩ પોલીસ મથકો રાજપીપલા, દેડિયાપાડા, સાગબારા સાથે ISO 9001 : 2008 સર્ટીફાઇડ કરવામાં આવ્યા છે.

પોલીસની વ્યસ્ત કામગીરી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી , વી.આઇ.પી બંદોબસ્ત તથા સ્ટાફની અછત હોવા છતા જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા તથા રાજપીપળા ડિ.વાય.એસ.પી મનોહરસિંહ જાડેજાએ જુદી જુદી ટીમો બનાવીને પોલીસ મથકોને સુવિધા થી સજ્જ કરવા માટે જહેમત ઉઠાવી હતી.

d040d625-7901-4969-8e1e-9585b1a9a901

સમગ્ર ગુજરાતમાં રાજપીપળા બીજુ સબ ડિવિઝન બન્યુ છે. ઉલ્લેખનીય છે કે, ISO 9001 : 2008 સર્ટીફાઇડ પોલીસ મથક ની જીલ્લાની જનતાને રોજેરોજ ની કામગીરીમાં સરળતા રહેશે. નર્મદા જીલ્લામાં અન્ય કોઇ જ સરકારી કચેરીઓ આવા ઉચ્ચ પ્રકારના કવોલીટી સ્ટાન્ડર્ડથી સુસજ્જ નથી.

ISO 9001 : 2008 સર્ટીફીકેટ થી પોલીસની કામગીરીમાં સુધારો થશે :-

- પોલીસના દરેક જુદા જુદા ડીપાર્ટમેન્ટની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર નક્કી કરવામાં આવી છે અને તેની અમલવારી કરવામાં આવી.

- દરેક ફાઇલ અને રેકર્ડને એક અલગથી નંબર આપવો, તેનો કલર કોડ નક્કી કરવો અને સબ ડીવીઝનના તમામ પો.સ્ટેમાં એક સરખી વ્યવસ્થા રાખવી.

- જુના રેકર્ડને અલગ તારવી વર્ષ વાઇઝ તેના અલગ ડીઝાઇન કરેલા બોકસમાં જ રાખવો.

- પો.સ્ટેનો મુદ્દામાલ વર્ષ પ્રમાણે અલગ તારવીને સ્ટીકર લગાવીને રાખવો.

- જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં એક જ સરખી ડીઝાઇન અને કલરના સ્પષ્ટ ડીસ્પ્લે બોર્ડ લગાવવા.

- પો.સ્ટે ખાતે મહિલા હેલ્પ ડેસ્ક બનાવવી.

- પો.સ્ટેના દરેક સ્ટાફને કામની ગુણવતા સુધારવા માટેનું ટ્રેનીંગ કેલેન્ડર બનાવવુ તથા રેગ્યુલર ટ્રેનીંગ આપવી અને પરીક્ષા લઇ ને તેઓના કામની ગુણવતા નક્કી કરવી.

- પોલીસ સ્ટાફને વાણી અને વર્તન સુધારવા માટે અલગથી ૩ દિવસની ટ્રેનીંગ દર વર્ષે આપવી.

આમ, નર્મદા પોલીસ દ્વારા ઉપરોક્ત કામગીરી કરીને પોલીસ મોર્ડનાઇજેશન ની ખુબ સારી કામગીરી કરવામાં આવી છે.⁠⁠⁠⁠

Next Story