Connect Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો ચોપડવાવ ડેમ ૨૦૧૭ પછી ચાલુ વર્ષે પુનઃ ઓવરફલો

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો ચોપડવાવ ડેમ ૨૦૧૭ પછી ચાલુ વર્ષે પુનઃ ઓવરફલો
X

ચોપડવાવ સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના ૧૯ ગામોને ખરીફ-રવિ-ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના ચોપડવાવ ગામ પાસે આવેલ ચોપડવાવ ડેમ તા. ૧૦ મી ઓગષ્ટ,૨૦૧૯ ના રોજ તેની ૧૮૭.૪૦ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૪૫ મીટરે થતા ચોપડવાવ ડેમ ગત ૨૦૧૭ ના વર્ષ બાદ આ ડેમ હાલમાં પુનઃ ઓવરફલો થયેલ છે.હાલમાં આ ડેમ ૫ સે.મી. ઓવરફલો છે અને ડેમમાં ૧૫૦ કયુસેક પાણીની જાવક ચાલુ છે, તેવી જાણકારી ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર દિવ્યકાંત વસાવા તરફથી પ્રાપ્ત થઇ છે.

નાયબ કાર્યપાલક ઇજનેર વસાવા તરફથી પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ ચોપડવાવ ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ડેમમાં ૧૨.૦૭ મિલીયન કયુબીક મીટર પાણીના જથ્થાનો સંગ્રહ થયેલ છે. જેને લીધે ચોપડવાવ સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના કોડબા, ચોપડવાવ, ચિત્રાકેવડી,સીમઆમલી, ભવરીસવર, પાનખલા, કેલ, સાગબારા, કનખાડી, મોરાવી, પાંચપીપરી, પાટ, ધનસેરા, ગોટપાડા, સેલંબા, નવાગામ, ખોચરપાડા, નરવાડી અને ગોડાદેવી સહિત કુલ ૧૯ જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે.

Next Story