Connect Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લામાં આજ થી ધો.૧૦ અને ૧૨ ની બોર્ડની જાહેર પરીક્ષાઓનો થશે પ્રારંભ

નર્મદા જિલ્લામાં આજ થી ધો.૧૦ અને ૧૨ ની બોર્ડની જાહેર પરીક્ષાઓનો થશે પ્રારંભ
X

  • ધોરણ-૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં ૨૩ કેન્દ્રો ખાતે કુલ- ૧૭,૭૫૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
  • રાજપીપલા ખાતે તા. ૨૩ મી માર્ચ સુધી ટેલીફોન નં.- (૦૨૬૪૦) ૨૨૨૬૦૩ ઉપર જિલ્લા પરીક્ષા કંટ્રોલ રૂમ કાર્યરત.

તા. ૭ મી માર્ચથી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) સામાન્યમ– વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ નર્મદા જિલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે લેવાય અને વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષામાં ભાગ લેવા સાથે આ પરીક્ષાઓ શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષશ્રી આઇ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર-પરીક્ષાતંત્ર દ્વારા ધડી કઢાયેલા સુચારા એક્શન પ્લાન મુજબ પરીક્ષા કામગીરી સાથે સંકળાયેલા સૌ કોઇને ચોકસાઇપૂર્વક કામગીરી કરવા અનુરોધ કરાયો છે.

બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન પરીક્ષાર્થીઓને કોઇપણ પ્રકારનો વિક્ષેપ કે મુશ્કેલી ન પડે અને વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લારના એસ.ટી., પોલીસ, વિજ, આરોગ્ય જેવા વિભાગોને વિશેષ લક્ષ આપી ખાસ તકેદારી રાખવાની પણ વિશેષ સૂચનાઓ જિલ્લા પ્રસાશન દ્વારા અપાઇ છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="86655,86656,86657,86658,86659"]

પ્રાપ્ત માહિતી મુજબ બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં જિલ્લાભરમાંથી કુલ- ૧૭,૭૫૭ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે, જેમાં ધોરણ-૧૦ માં જિલ્લામાં ૧૫ પરીક્ષા કેન્દ્રો ખાતે ૧૧,૮૧૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને તે માટે ૨૯ પરીક્ષા બિલ્ડીંગોમાં ૩૯૫ બ્લોક નક્કી કરાયા છે. જ્યારે ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ૪,૪૧૭ પરીક્ષાર્થીઓ બેસશે, જે માટે ૧૧ બિલ્ડીંગમાં ૧૪૭ બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ- ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં બે પૈકી રાજપીપલામાં એમ.આર.વિધાલય, સરકારી હાઇસ્કુલ અને કે.વી.એમ. સ્કુલ અને માઇ સાનેન હાઇસ્કુલ ખાતેનાં બિલ્ડીંગોમાં જ્યારે દેડીયાપાડામાં નિવાલ્દાની સેન્ટ ઝેવીયર્સ હાઇસ્કુલ ખાતે ૭૫ બ્લોકમાં ૧૫૨૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં રાજ્યકક્ષાએથી ફ્લાઇંગ સ્કોર્ડ તેમને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ અદા કરશે. જિલ્લાકક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં જિલ્લા પરીક્ષા કંટ્રોલ રૂમ તા.૨૩ મી માર્ચ- ૨૦૧૯ સુધી સવારના ૮:૦૦ થી સાંજના ૭:૦૦ કાર્યરત કરાયો છે. આ કંટ્રોલ રૂમ ખાતે વિદ્યાર્થી-વાલીઓને પરીક્ષા સંબધી જરૂરી વિગતો અને જાણકારી અંગે માર્ગદર્શન ઉપરાંત કાઉન્સેલીંગ સેવાઓ ઉપલબ્ધ થશે.

તેવી જ રીતે જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતેથી પણ કાઉન્સેલીંગ સેવાઓ ઉપલબ્ધ થશે. જિલ્લામાં આ પરીક્ષાઓ દરમિયાન ગેરરીતીઓ આચરાય નહિ અને સુલેહ-શાંતિ જળવાઇ રહે તે માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અમલમાં મુકાયેલા જરૂરી એવા તમામ પ્રતિબંધાત્મક આદેશોના અમલીકરણમાં વિદ્યાર્થીઓ–વાલીઓ સહિત સૌ કોઇને સહયોગ આપવા જિલ્લા વહિવટીતંત્ર-પરીક્ષાતંત્ર તરફથી જાહેર અપીલ કરાઇ છે.

બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોરકમાં CCTV કેમેરા લગાડવામાં આવેલ હોઇ, ગેરરીતી કરનાર કે કરાવનાર કોઇપણ વ્યક્તિ કેમેરામાં કેદ થઇ જશે. કેમેરાના ફુટેજના આધારે આવી વ્યડકિતઓ સામે નિયમાનુસાર શિક્ષાત્મ ક કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા તમામને નોંધ લેવા જાહેર અનુરોધ કરાયો છે.

Next Story