Connect Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લામાં આદિવાસી ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ ઘેરૈયાના ગૃપે જમાવ્યું આકર્ષણ

નર્મદા જિલ્લામાં આદિવાસી ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ ઘેરૈયાના ગૃપે જમાવ્યું આકર્ષણ
X

છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ગોધરાના આદિવસીઓએ રાજપીપળાના જાહેર માર્ગો પર ઘેરની રમઝટ બોલાવી.

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે મુખ્ય માર્ગો પર ઘેરૈયાઓ રમઝટ બોલાવી હોતી. એનિમલ માસ્ક અને ટ્રેડિશનલ ડ્રેસ થી સજ્જ આ આદિવાસી ઘેરૈયા એ બજારોએ ફરીને ઘેરની માંગણી કરી હતી. ખાસ કરીને આ ઘેરૈયાની મોટી ટીમ છોટાઉદેપુર, નાસવાસી, કંવાટ, દાહોદ, મંચમહાલ, ગોધરા જેવા વિવિધ ગામોની છે અને જેઓનું એક મોટું ધમાલ ગૃપ પણ છે. જે દર વર્ષે રાજપીપળાના બજારોમાં ઘેર માંગે છે.

વર્ષોથી આ ઘેરૈયાની ટિમો હોળીના દિવસે સવારથી બજારોમાં ઘેર જમાવે છે પરંતુ આ વર્ષે દેવલિયા ચોકડી ખાતે રમઝટ બોલાવ્યા બાદ સાંજે રાજપીપળા આવ્યા હતા અને મોતીબાગ,ટેકરા ફરિયા વિસ્તારમાં રોકાઇને રાત્રીના નાચગાન કર્યું હતું. શુક્રવારે સવારથી થી રાજપીપળાના જાહેર માર્ગો પર ઘેરૈયાઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું અને ઘેર ઉઘરાવી હતી. આદિવાસી સમાજમાં ઘેરની પરંપરા ચાલતી હોય આ સાંસ્કુતિક પરંપરા મુજબ ઘેર લઈને નીકળતા હોય છે. ત્યારે કેટલાક લોકો બાધા પણ રાખીને આ ઘેર લઇ નીકળતા હોય છે.

Next Story