Connect Gujarat
ગુજરાત

નર્મદા ડેમ માં પાણી ની આવક વધતા 1400 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયું

નર્મદા ડેમ માં પાણી ની આવક વધતા 1400 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયું
X

ઉપરવાસ માં પડી રહેલા વરસાદના પગલે ડેમ માં 77352 ક્યુસેક પાણી ની આવક થઇ રહી છે

ગુજરાત ની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ માં ઉપરવાસ માં વરસી રહેલા ભારે વરસાદ ના કારણે પાણીની આવક માં સતત વધારો થઇ રહ્યો છે.જેના કારણે ડેમ ની સપાટી હાલ માં 121.08 મીટરે પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

ઉપરવાસ માં વરસી રહેલા મુશળધાર વરસાદ ના કારણે કેવડિયા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમ માં પાણી ની આવક માં વધારો જોવા મળી રહ્યો છે.જાણવા મળ્યા મુજબ હાલ માં ડેમ માં 77352 ક્યુસેક પાણી ની આવક થઇ રહી છે તેની સામે 59440 ક્યુસેક પાણીની જાવક છે.ડેમ ની સર્વોચ્ચ સપાટી 121.92 મીટર છે,અને હાલ માં પાણીની આવક થતા ડેમ નું જળસ્તર 120.08 મીટર નોંધાયું છે,આમ ડેમ ઓવરફ્લો થવા માં 1.82 મીટર જ બાકી રહ્યા છે.

નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાજેતર માં 10 થી 15 મી ઓગષ્ટ સુધી માં ડેમ ઓવરફ્લો થવાની શક્યતા ઓ વ્યક્ત કરવામાં આવી હતી,પરંતુ હવે ડેમ માં પાણી આવક વધવા ના કારણે ડેમ નિર્ધારિત સમય કરતા વહેલો પણ ઓવરફ્લો થઇ શકે છે. જયારે કેનાલ માં હાલ 18489 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ડેમ ના રિવરબેડ પાવરહાઉસ ના કુલ મળીને 6 ટર્બાઇન તેમજ કેનાલ હેડ પાવરહાઉસ ના 4 ટર્બાઇન સતત 24 કલાક ચલાવાઈ રહયા છે જેના કારણે 1400 મેગાવોટ વીજળી ઉત્પન્ન થઇ રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે આગામી ઓગષ્ટ સપ્તાહ થી એટલે કે 10 તારીખ બાદ જાહેર રાજા ઓ ની ભરમાર છે તેથી મીની વેકેશન માં ડેમ નો નજારો જોવા માટે મોટી સંખ્યામાં સહેલાણી ઓ ઉમટી પડે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Next Story