Connect Gujarat
દેશ

નવજોત કૌર એશિયન કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા 

નવજોત કૌર એશિયન કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા 
X

કિર્ગીસ્તાનના બિશ્કેકમાં ચાલી રહેલી એશિયન કુસ્તીમાં ભારતની નવજોત કૌરે મહિલાઓની ૬૫ કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો.

નવજોત કૌર એશિયન કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. તેણે ફાઈનલમાં જાપાનની મીયા ઈમાઈને ૯-૧ના અંતરથી સજ્જડ પરાજય આપ્યો હતો. મહત્વની બાબત એ પણ છે કે, હાલમાં ચાલી રહેલી એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં નવજોતનો ગોલ્ડ ભારતનો સૌપ્રથમ ગોલ્ડ મેડલ બની રહ્યો છે.

ભારતની નવજોત કૌરે ફાઈનલમાં અત્યંત પ્રભાવક દેખાવ કરતાં જાપાનીઝ કુસ્તીબાજને આઠ પોઈન્ટના અંતરથી હરાવી હતી. પંજાબની કુસ્તીબાજ નવજોત કૌર ગોલ્ડ મેડલ જીત્યા બાદ ભાવુક બનીને રડી પડી હતી અને તેના કોચીસે તેને ઉંચકી લીધી હતી. ૨૮ વર્ષીય કુસ્તીબાજ નવજોતનો આ પહેલો આંતરરાષ્ટ્રીય ઈવેન્ટનો ગોલ્ડ મેડલ છે

Next Story