Connect Gujarat
ગુજરાત

નવમું નોરતું વલસાડ જિલ્લાની આંગણવાડીની બાલિકાઓના ‘નવદુર્ગા બાલિકા પૂજન'નો અવસર બન્યું

નવમું નોરતું વલસાડ જિલ્લાની આંગણવાડીની બાલિકાઓના ‘નવદુર્ગા બાલિકા પૂજનનો અવસર બન્યું
X

મુખ્ય મંત્રી વિજય રૂપાણીની પ્રેરણાથી અભિનવ પ્રયોગરૂપે નવરાત્રિ પર્વના નવમા નોરતાની ‘નવદુર્ગા બાલિકા પૂજન' તરીકે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વલસાડ જિલ્લાની દરેક આંગણવાડીઓમાં બાલિકાઓનું પ્રતિકરૂપે પૂજન કરીને બેટી બચાવો-બેટી પઢાઓ સાથે નારી સશક્તિકરણનો સંદેશો સમગ્ર જિલ્લામાં પ્રસરાવ્યો હતો.

[gallery td_gallery_title_input="નવમું નોરતું વલસાડ જિલ્લાની આંગણવાડીની બાલિકાઓના ‘નવદુર્ગા બાલિકા પૂજન'નો અવસર બન્યું" td_select_gallery_slide="slide" size="large" ids="114190,114188,114189,114187"]

આ અવસરે આંગણવાડીની બાલિકાઓને દાતાઓના સહયોગથી સુખડી, ચીકી, પોષણકીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં પદાધિકારીઓ, સંબંધિત ગામના સરપંચ, આઇ.સી.ડી.એસ.ના કર્મીઓ, આંગણવાડી વર્કરો, હેલ્પર, ગ્રામજનો હાજર રહી નવદુર્ગા બાલિકા પૂજનમાં સહભાગી બન્યા હતા.

Next Story