Connect Gujarat
ગુજરાત

નવયુગ વિદ્યાલય જંબુસરમાં ક્યુડીસી કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરાયું

નવયુગ વિદ્યાલય જંબુસરમાં ક્યુડીસી કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરાયું
X

નવયુગ વિદ્યાલય માં જંબુસર તાલુકાની વિવિધ શાળાઓમાંથી ગાંધીજી ની 150મી જન્મજયંતી નિમિત્તે કલાઉત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું.

આ સ્પર્ધા માં અતિથિ વિશેષ તરીકે તથા નિર્ણાયક તરીકે નવયુગ વિદ્યાલય ના નિવૃત્ત શિક્ષક શ્રી જી. સી. પંચાલ સાહેબ તથા ટંકારી હાઈસ્કૂલ ના પ્રિન્સીપાલ શ્રી સુભાસભાઈ સોલંકી વિગેરે મહાનુંભાવો સહિત ઉપસ્થિત રહ્યાં હતાં.તેઓનું છોડ આપી સ્વાગત કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="112958,112959,112960,112961,112962,112963"]

આ વિવિધ સ્પર્ધાઓમાં અેચ. એસ. શાહ હાઈસ્કૂલ , નવયુગ વિદ્યાલય અને નગર પાલિકાના સ્પર્ધકોએ સફળતા મેળવી હતી. આમાથી પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. નવયુગ વિદ્યાલયના આચાર્યએ પ્રથમ નંબર આવનારને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ વિવિધ સ્પર્ધાઓમાં નવયુગ વિદ્યાલયના વિધાર્થીઓ - નિબંધ સ્પર્ધા માં પ્રથમ નંબરે પઢિયાર સુરુચી રાજેશભાઇ પ્રા. વિભાગ, બીજો નંબર -માછી જાનવી સુરેશભાઈ મા. વિભાગ અને સોલંકી જયનિશા ભગુભાઈ ઉ. મા. વિભાગ.

ચિત્રસ્પર્ધા માં પ્રથમ નંબરે - ગોહિલ દેવાંગ દિક્ષીતભાઈ મા. વિભાગ, ત્રીજા નંબરે જાંબુ વેદાંત શિવપ્રસાદભાઈ, ત્રીજા નંબરે સોલંકી દેવરાજ મહેશભાઈ પ્રિ. વિભાગ.

વક્રૃત્વ સ્પર્ધા - બીજા નંબરે ચૌધરી આયૅન દેવાભાઈ પ્રિ. વિભાગ, બીજા નંબરે પટેલ માનસી નરેન્દ્રભાઈ મા. વિભાગ, બીજા નંબરે મકવાણા રીયા મહેશભાઈ ઉ.મા.વિભાગ.

કાવ્યલેખન - પ્રથમ નંબરે પટેલ ફાલ્ગુની પ્રવિણભાઈ ઉ. મા. વિભાગ, બીજા નંબરે રાજ રાજવીર ગણપતસિંહ મા. વિભાગ, દેહવાણિયા હેમાક્ષિ હિતેશભાઈ પ્રિ. વિભાગ.

Next Story